Monday, October 5, 2026
Homeરાજ્યહાલારખેતીકામ કરતા સમયે સાપ કરડી જતાં આદિવાસી તરૂણીનું મોત

ખેતીકામ કરતા સમયે સાપ કરડી જતાં આદિવાસી તરૂણીનું મોત

જામજોધપુર તાલુકાના અમરાપર ગામના વાડી વિસ્તારમાં ખેતીકામ કરતા સમયે તરૂણીને સાપ કરડી જતાં સારવાર દરમ્યાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ મધ્યપ્રદેશના અલી રાજપુર જિલ્લાના ભાનારાવત ગામના વતની અને હાલ જામજોધપુર તાલુકાના અમરાપર ગામની સીમમાં આવેલી ભાઇજીભાઇ ગઢવીના ખેતરમાં મગફળીના પાકમાં નીંધણ કરવા માટે મજૂરીકામ કરતી ગીતાબેન ભૂચરિયાભાઇ મંડલોઇ (ઉ.વ.15) નામની તરૂણી ગત તા.3ના રોજ બપોરના સમયે ખેતીકામ કરતી હતી ત્યારે અચાનક ઝેરી સાપ કરડી જતાં તરૂણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની મૃતકના ભાઇ થાવરિયાભાઇએ જાણ કરતાં હે.કો. આર.આર.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular