જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા યુવાને ત્રણ માસ પહેલા પ્રેમલગ્ન કર્યાનો ખાર રાખી તેના જ સાળાએ પ્રેમ લગ્ન પસંદ ન હોય તે બાબતનો ખાર રાખી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં સાંઇબાબાના મંદિરની પાછળ રહેતા ડ્રાઇવીંગ કરતા પાર્થ રાજેશભાઇ સોલંકી (ઉ.વ.25) નામના યુવાને ત્રણ માસ પહેલા પ્રેમલગ્ન કર્યા હતાં. જે યુવતિના ભાઇને પસંદ ન હોવાથી લગ્ન બાદ બનેવીને માર પણ માર્યો હતો. ત્યારબાદ ગુરૂવારે બપોરના સમયે પાર્થ તેના ઘર પાસે હતો ત્યારે તેના જ સગા સાળા મયુરસિંહ સજુભાઇએ આવીને પાર્થને જેમફાવે તેમ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઇ આર.બી. ઠાકોર તથા સ્ટાફે પાર્થના નિવેદનના આધારે તેના સાળા મયુરસિંહ વિરૂઘ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.


