Saturday, October 3, 2026
Homeવિડિઓ17 વર્ષની દેશસેવા પૂર્ણ કરી વતન પરત ફરેલા સૈનિકનું ભવ્ય સ્વાગત -...

17 વર્ષની દેશસેવા પૂર્ણ કરી વતન પરત ફરેલા સૈનિકનું ભવ્ય સ્વાગત – VIDEO

સુમરી ભલસાણામાં કૌશલ કાનાભાઈ રાઠોડના સન્માનમાં યોજાયો ભવ્ય સ્વાગત સમારોહ

જામનગર તાલુકાના સુમરી ભલસાણા ગામના વતની અને ભારતીય સેનામાં ૧૭ વર્ષની ગૌરવશાળી સેવા પૂર્ણ કરી નિવૃત્ત થયેલા કૌશલ કાનાભાઈ રાઠોડ વતન પરત ફરતાં ગ્રામજનો, પરિવારજનો અને શુભેચ્છકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

કૌશલ કાનાભાઈ રાઠોડે ભારતીય સેનામાં ૧૭ વર્ષ સુધી ફરજ બજાવી દેશની સુરક્ષા અને સેવામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સેનામાંથી નિવૃત્તિ બાદ તેઓ વતન પરત ફરતાં પરિવારજનો અને ગ્રામજનોમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી.

આ પ્રસંગને યાદગાર બનાવવા માટે મોઢાણા પાટિયાથી સુમરી ભલસાણા ખાતે તેમના નિવાસસ્થાન સુધી ભવ્ય સ્વાગત યાત્રા યોજવામાં આવી હતી. સ્વાગત યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો, પરિવારજનો, સગાસંબંધીઓ અને શુભેચ્છકો જોડાયા હતા. દેશસેવા પૂર્ણ કરીને પરત ફરેલા સૈનિકનું સૌએ ઉત્સાહભેર સ્વાગત કરી અભિનંદન પાઠવ્યા હતા.

- Advertisement -

સૈનિકના સન્માન પ્રસંગે કૌશલ રાઠોડને પુષ્પહાર અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ૧૭ વર્ષની દેશસેવા પૂર્ણ કરનાર વીર સપૂતના વતન પરત ફરવાના પ્રસંગે સમગ્ર ગામમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

સ્વાગત કાર્યક્રમ બાદ સુમરી ભલસાણા ખાતે આહિર સમાજની વાડીમાં ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરિવારજનો, ગ્રામજનો, સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં શુભેચ્છકોએ ઉપસ્થિત રહી કૌશલ રાઠોડને નિવૃત્તિ બાદના જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી.

- Advertisement -

આ પ્રસંગે દેશની સરહદોની સુરક્ષા માટે વર્ષો સુધી ફરજ બજાવનાર સૈનિક પ્રત્યે સમાજના લોકોમાં રહેલું સન્માન અને ગૌરવ પણ જોવા મળ્યું હતું. વતનની માટી સાથે જોડાયેલા સૈનિકનું આ રીતે સ્વાગત કરી સન્માન કરવાનો પ્રસંગ સમગ્ર ગામ માટે ગૌરવપૂર્ણ બની રહ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular