જામનગરથી કચ્છ આશાપુરા માતાના મઢ જવા પદયાત્રીઓનો સંઘ રવાના થયો છે. આ પદયાત્રા સંઘમાં ભકતની અનોખી ભકિત જોવા મળી છે. જામનગરના ભકત મનીષ ચાંદ્રા નામના પદયાત્રીએ આશાપુરા માતાજીએ પ્રત્યેની શ્રઘ્ધા અને આસ્થાના ભાગરૂપે શરીર પર અંદાજીત 20 કિલો વજનની સાંકળ પહેરીને માતાના મઢ સુધી પગપાળા જવાનો સંકલ્પ લીધો છે. આ પદયાત્રી શરીરે 20 કિલોની સાંકળ બાંધી પદયાત્રાએ જવા રવાના થયા હતાં.
View this post on Instagram


