Wednesday, September 30, 2026
Homeરાજ્યજામનગરજામનગરના ગુલાબનગરમાં યુવાન ઉપર ચાર શખ્સોનો સશસ્ત્ર હુમલો

જામનગરના ગુલાબનગરમાં યુવાન ઉપર ચાર શખ્સોનો સશસ્ત્ર હુમલો

ચા ની હોટલે માથાકૂટ: યુવાન અને તેના ત્રણ મિત્રો ઉપર તલવાર પાઇપ અને ધોકા વડે હુમલો: મારી નાખવાની ધમકી આપી: સામાપક્ષે શખ્સ વિરૂધ્ધ સામી ફરિયાદ: પોલીસ દ્વારા સામ-સામી ફરિયાદ નોંધી કાર્યવાહી

જામનગર શહેરના ગુલાબનગર પાસે આવેલી લકી હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 4 શખ્સોએ એકસંપ કરી તલવાર તથા લોખંડના પાઇપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ જામનગરમાં મોરકંડા રોડ પર રબારી પાર્ક વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતો હાજીભાઇ અયુબભાઇ ખફી (ઉ.વ.25) નામનો યુવાન તેના મિત્રો શકીલ અને કાસમ સાથે તેની જીજે37 એબી 1616 નંબરની સ્કોર્પીયો કારમાં ગુલાબનગર વિસ્તારમાં આવેલી લકી હોટલે ચા પીવા ગયા હતાં. જ્યાં ચા પીધા બાદ સીગરેટ માંગતા હાજીએ દુકાનદારે કતરાઇને જોતા કતરાઇને કેમ જોવસ તેમ કહેતા દુકાનદાર શાહરૂખે હાજીભાઇ સાથે બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. ત્યારબાદ હાજી અને તેના મિત્રો જતા રહ્યાં હતાં. ત્યારબાદ પેટ્રોલપંપ પાસે કાર લઇને ઉભા હતા ત્યારે શાહરૂખ અબ્દુલ હમીરાણી, સરફરાઝ ઉર્ફે બોદુ અબ્દુલ હમીરાણી, શબીરહુસેન અબ્દુલ હમીરાણી, એજાઝ રફીક સંધી નામના ચાર શખ્સો તેની કારમાં આવ્યા હતા અને હાજી ઉપર તલવાર વડે હુમલો કરતા હાથમાં ઇજા પહોંચી હતી તેમજ લોખંડના પાઇપ વડે સ્કોર્પીયો કારના કાચ તોડી નાખ્યાં હતાં. દરમ્યાન હાજીના મિત્રો શકીલ અને કાસમ ઉપર ઢીકાપાટુ ઉપર માર માર્યો હતો. ત્યારબાદ લાકડાના ધોકા વડે ત્રણેય મિત્રો ઉપર હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી ઇજા પહોંચાડી હતી.

સામા પક્ષે શાહરૂખ અબ્દુલ હમીરાણી તેની દુકાન પર હતો ત્યારે હાજી અયુબ ખફીએ ચા ની દુકાન પર આવી જેમ ફાવે તેમ ગાળો કાઢી ચા ના ખાલી કાચનો ઘા કરી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાના બનાવમાં એ.એસ.આઇ. પી.કે.વાઘેલા તથા સ્ટાફે હાજી ખફીની ચાર શખ્સો સામેની અને સામા પક્ષે શાહરૂખ હમીરાણીની હાજી ખફી વિરૂધ્ધ સામ-સામી ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular