ધ્રોલ જામનગર ધોરી માર્ગ પર કારમાં નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે શખ્સો પસાર થવાની મળેલી બાતમીના આધારે ધ્રોલ પોલીસે વોચ ગોઠવી બે કિલો ગાંજો અને મોબાઇલ ફોન તથા કાર સહિત રૂા.4.પપ લાખના મુદામાલ સાથે પોરબંદરના બે શખ્સોને દબોચી લઇ ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુન્હો નોંધી તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ ધ્રોલ પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે ધ્રોલ પોલીસ સ્ટાફના હે.કો. ચંદુભા જાડેજા, અશોકભાઇ શિયાળ, પો.કો. મનીષભાઇ વડોલીયાને મળેલી બાતમીના આધારે રેંજ આઇજી નિલીપ્ત રાયની સુચનાથી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય ડીવાયએસપી નીત રૂદલાલના નેજા હેઠળ પીઆઇ આઇ.કે. જાસુરા તથા સ્ટાફે ધ્રોલ-જામનગર ધોરી માર્ગ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન ચંદ્રદય હોટલની સામેના રોડ પર જીજે-02-બીડી-5655 નંબરની વર્ના કારમાં કેટલાક શખ્સો ગાંજા સાથે બેઠા હોય જેથી પોલીસ દ્વારા ચેકિંગ કરી શખ્સોની પૂછપરછ કરવામાં આવી હતી. તેમજ તપાસ દરમિયાન જયદીપગર દયાગર અપારનાથી (ઉ.વ.27) (રહે. રોજીવાડા, તા. જિ. પોરબંદર), જયેશભાઈ રામાભાઈ કરાવદરા, (ઉ.વ.20) (રહે. રોજીવાડા, તા.જિ. પોરબંદર) નામના બે શખ્સોની તલાસી લેતા તેમની પાસેથી આશરે રૂા.1 લાખની કિંમતનો બે કિલો ગાંજાનો જથ્થો મળી આવતા કબ્જે કર્યો હતો.
તેમજ પોલીસ દ્વારા બન્ને શખ્સો પાસેથી બે કિલો ગાંજાનો જથ્થો અને રૂા.55,000ની કિંમતના બે મોબાઇલ ફોન તથા 3 લાખની કિંમતની જીજે-02-બીડી-5655 કાર મળી કુલ રૂા.4,55,000નો મુદામાલ કબ્જે કરી જયદીપગર અને જયેશની પુછપરછ હાથ ધરતા આ ગાંજાના જથ્થામાં પોરબંદરના વધુ એક શખ્સની સંડોવણી ખુલી હતી. જેથી પોલીસે એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8(સી), 20(બી)(2)(બી) અને 29 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા બન્ને આરોપીઓને કબજામાં લઈ ગાંજો ક્યાંથી મેળવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો તથા સમગ્ર નશીલા પદાર્થના નેટવર્ક અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ઉપરાંત પોરબંદરના એક ત્રીજા શખ્સની પણ સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ફરિયાદમાં દર્શાવ્યા મુજબ આરોપીઓ પાસેથી મળેલા ગાંજાની કાયદેસરની તપાસ માટે નમૂનાઓ લેવામાં આવ્યા છે અને કબજે કરાયેલા મુદ્દામાલને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. કેસની વધુ તપાસ ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
View this post on Instagram


