ભાણવડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે એક જ રાત્રિ દરમિયાન બે મગર અને એક અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
ભાણવડના ખરાવાડ અને રૂપામોરા વિસ્તારમાંથી બે મગર તથા ભેનકવડ ગામમાંથી એક અજગર મળી આવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણ થતાં જ ટ્રસ્ટના જાણીતા રેસ્ક્યુઅર્સ અશોકભાઈ ભટ્ટ, સોહિલ સહરવદી, વિજય ખૂંટી, મેરામણ ભરવાડ, ધવલ સોનગરા અને અક્ષય સૂચક સહિત વન વિભાગના ટ્રેકર લક્ષેશ વાણિયાની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને ભારે જહમત બાદ ત્રણેય વન્યજીવોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા હતા.
રેસ્ક્યુ કામગીરી પૂર્ણ થયા બાદ સ્થાનિક આર.એફ.ઓ. ભેસાણીયા સાહેબના માર્ગદર્શન હેઠળ આ તમામ વન્યજીવોને તુરંત જ બરડાના પ્રાકૃતિક આવાસમાં સલામત રીતે મુક્ત કરવામા આવ્યા હતા.
View this post on Instagram
એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ અને વન વિભાગની આ ત્વરિત અને સરાહનીય કામગીરી બદલ સ્થાનિક રહીશોએ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.


