જામનગર શહેરના બેડી બંદર રોડ પર આવેલા કેદાર પાર્ક વિસ્તારમાં ચાલીને ઘરે જતાં મહિલાના ગળામાં પહેરેલો 90 હજારની કિંમતનો સોનાનો ચેઇન એકટીવા પર આવેલા બે તસ્કરો પલકવારમાં જ ચીલઝડપ કરી નાશી ગયાના બનાવમાં પોલીસે શોધખોળ આરંભી હતી.
બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં બેડી બંદર રોડ પર આવેલા કેદાર પાર્ક શેરી નં.2માં પ્લોટ નં.18/3માં રહેતા લાલપુર તાલુકાના વડપાંચસરા ગામના વતની તારાબા આણદુભા જાડેજા (ઉ.વ.49) નામના મહિલા ગત એક માસ પહેલા રાત્રીના સમયે ચાલીને જેના ઘરે જતાં હતા તે દરમિયાન ઘર નજીક જ પાછળથી સફેદ કલરની એકટીવા પર આવેલા કાળા ટીશર્ટ પહેરેલા બન્ને તસ્કરોએ મહિલાના ગળામાં પહેરેલો 90 હજારની કિંમતનો પોણા બે તોલાનો સોનાનો ચેઇન પલકવારમાં જ ચીલઝડપ કરી નાશી ગયા હતાં. મહિલાએ બુમાબુમ કરી હતી પરંતુ તે પહેલા બન્ને તસ્કરો પલાયન થઇ ગયા હતાં. બનાવ અંગેની મહિલા દ્વારા જાણ કરાતા પીએસઆઇ આર.એલ. કંડોરીયા તથા સ્ટાફે બે તસ્કરો વિરૂઘ્ધ ગુન્હો નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં.


