ધ્રોલ નજીક જામનગર-રાજકોટ હાઈવે પર સોલાર પેનલ ભરેલા ટ્રકને અકસ્માત નડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સોલાર પેનલનો જથ્થો ભરીને જઈ રહેલો ટ્રક અચાનક પલટી મારી જતા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો.
અકસ્મતમાં ટ્રકના ચાલક સહિત બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી.
View this post on Instagram
ટ્રક પલટી જતાં હાઈવે પર સોલાર પેનલનો જથ્થો તેમજ ટ્રકનો સામાન વિખેરાઈ ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાહનચાલકોમાં પણ દોડધામ જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


