Monday, September 14, 2026
Homeરાજ્યગુજરાતઅરેરે... આ શું થઈ ગયું..! રસ્તા પર જતાં જતાં અચાનક ગરકાવ થઈ...

અરેરે… આ શું થઈ ગયું..! રસ્તા પર જતાં જતાં અચાનક ગરકાવ થઈ ગઈ મહિલા, મચી અફરાતફરી – VIDEO

વડોદરા જિલ્લાના પાદરામાં આવેલા જાસપુર રોડ પર ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. આ પાણી ભરાયેલા રસ્તા નીચે ડ્રેનેજ લાઈનની કામગીરી બાદ ખોદાયેલો ગંભીર ખાડો છુપાયેલો હતો, જે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ માટે અજાણ્યો અને અત્યંત જોખમી બની ગયો હતો.

- Advertisement -

રસ્તા પર પાણી ભરાયેલા હતા અને એક મહિલા અને તેમની પુત્રી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. પાણી નીચે ખાડો હોવાનો અંદાજ ન આવતા બંને અચાનક પાણીથી ભરેલા ગટરના ખાડામાં લપસીને ગરકાવ થઈ ગયા હતા. સમગ્ર બેદરકારીની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

- Advertisement -

મહિલાઓ ખાડામાં પડતાં જ બૂમાબૂમ થતાં આસપાસના સ્થાનિક રહીશો અને દુકાનદારો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરીને ભારે જહેમત બાદ બંનેને ખાડામાંથી સલામત બહાર કાઢ્યા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટના બાદ સ્થાનિકોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular