પ્રથમ દરોડો જામજોધપુરના માંડાસણ ગામમાં 66 કે.વી. સબસ્ટેશનની પાછળની બાજુ દિવાલ પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે શેઠવડાળા પોલીસે રેઇડ દરમિયાન ઇરફાન રાણા સમા, જખરા હાથીયા ખુંટી, રણમલ લાખા ઓડેદરા, ચંદુ અમરા જાદવ નામના ચાર શખ્સોને રૂા.1,42,500ની રોકડ, રૂા.6000ની કિંમતના બે મોબાઇલ ફોન સહિત કુલ રૂા.1,48,500ના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામજોધપુરના રામવાડી ઉમાપાર્ક-2માંથી પોલીસે રેઇડ દરમિયાન રસીક ઉર્ફે શોભરાજ શિવરામ દવે, કનૈયા મનસુખ મકવાણા, જયેશ કિશોર કણસાગરા, ઉજાલ અમૃત ફળદુ તથા ત્રણ મહિલાઓ સહિત 7 શખ્સોને રૂા.10,920ની રોકડ સહિતના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતાં. મહિલા આરોપીઓને નોટીસ અપાઇ હતી.
ત્રીજો દરોડો જામનગરના મિયાત્રા ગામમાંથી પંચ કોશી એ ડિવિઝન પોલીસે રેઇડ દરમિયાન રાજેન્દ્ર મંછારામ પંડયા, કારૂ જાદા પડસારીયા, અનવર મામદ સપડીયા, ગંભીરસિંહ જશુભા વાઘેલા, કમલેશ આંબા દલસાણીયા સહિત પાંચ શખ્સોને રૂા.10,300ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતાં.
ચોથો દરોડો જામનગરના ખોડિયાર કોલોની જુની પોસ્ટ ઓફીસ પાસેથી સીટી સી પોલીસે જીતેન્દ્રસિંહ જગતસિંહ રાઠોડ, બીપીન ઉર્ફે લાકડી કારા મુછડીયા, વિશાલ સુરેશ પરીયાણી, દિવ્યરાજસિંહ ગુણવંતસિંહ જેઠવા, ડાડુ કરણા ભાટીયા સહિત પાંચ શખ્સોને રૂા.37950ની રોકડ સાથે ઘોડીપાસાનો જુગાર રમતા ઝડપી લીધા હતાં.


