Saturday, September 12, 2026
Homeરાજ્યજામનગરજામનગરના આર્મી એરીયામાં ફેન્સીંગ તોડી સરકારી સંપતિને નુકશાનની પોલીસ ફરિયાદ

જામનગરના આર્મી એરીયામાં ફેન્સીંગ તોડી સરકારી સંપતિને નુકશાનની પોલીસ ફરિયાદ

જામનગરના આર્મી એરીયા સિંધ ગેઇટની અંદર અજાણ્યા શખ્સે લોખંડની ઝાળી તોડી સરકારી સંપતિને રૂા.15000નું નુકશાન પહોંચાડયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગરના આર્મી એરીયા સિંધ ગેઇટની અંદર 27 મદ્રાસ નામના વિસ્તારમાં પીલોર નં.131 પાસે કરેલ ફેન્સીંગની લોખંડની ઝાળી પીલોરના બન્ને બાજુથી આશરે 5-5 મીટર તોડી સરકારી સંપતિમાં અંદાજે રૂા.15000નું નુકશાન કર્યાની અજાણ્યા શખ્સ વિરૂઘ્ધ સીટી એ ડિવિઝનમાં આર્મીના નાઇક સુબેદાર મુરગન રામસ્વામી દ્વારા ફરિયાદ નોંધાવાઇ છે. પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો વિરૂઘ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular