Wednesday, September 9, 2026
Homeરાજ્યહાલારખંભાળિયાની યુવતી સાથે ઓનલાઈન ટીચરની જોબના નામે છેતરપિંડી

ખંભાળિયાની યુવતી સાથે ઓનલાઈન ટીચરની જોબના નામે છેતરપિંડી

રજીસ્ટે્રશન, લેપટોપના નામે રૂા.56,649 નું ફ્રોડ : સાયબર સેલ દ્વારા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ

ખંભાળિયામાં રહેતી યુવતીને અજાણ્યા શખ્સે ઓનલાઈન ટીચરની જોબ માટે ફોન ઉપર ઓફર કરી હતી તેની પાસે રજીસ્ટ્રેશન, લેપટોપ સહિતની બાબતોના નામે રૂા.56,649 ની રકમ ઓનલાઈન યુપીઆઈ મારફત ટ્રાન્ફર કરાવી લીધાની ફરિયાદ નોંધાઈ છે. સાયબર ક્રાઈમ પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ખંભાળિયાના રામનાથ સોસાયટી વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે રહેતા અંજલીબેન વિનયભાઈ ચોકસી (ઉ.વ. 23) નામની યુવતીને કોઈ અજાણ્યા શખ્સએ ચોક્કસ મોબાઈલ નંબર પરથી તેણીના મોબાઈલ પર ફોન કરીને એક કંપનીના એચ.આર. ડિપાર્ટમેન્ટ માંથી પોતે બોલી રહ્યા હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ મોબાઈલ નંબર ધારકે અંજલિબેનને સાદા ફોન તેમજ વોટ્સએપ કોલથી વાત કરી અને તેણીને ઓનલાઈન ટીચિંગ જોબ માટેની ઓફર કરી હતી. આ માટે આરોપી ગઠિયાએ તેણી પાસે રજીસ્ટ્રેશન, લેપટોપ અને કંપની સિસ્ટમ, લેપટોપ, લેપટોપના ઇન્સ્યોરન્સ વિગેરેના નામે અલગ અલગ રકમનું યુ.પી.આઈ. મારફતે ઓનલાઈન ટ્રાન્જેક્શન કરાવ્યું હતું.

આ રીતે આરોપી શખ્સએ ભોગ બનનાર સાથે કુલ રૂ. 56,649 નું ઓનલાઇન ફ્રોડ કર્યું હોવાનું ખુલવા પામ્યું છે. જે અંગે ખંભાળિયા પોલીસે અંજલીબેન ચોકસીની ફરિયાદ પરથી અજાણ્યા ઈસમ સામે બી.એન.એસ. તેમજ આઈ.ટી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ સાયબર સેલ વિભાગના પી.આઈ. ઋષિતસિંહ રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular