જામનગરના ઉદ્યોગ સાહસિકને રાજ્યપાલના હસ્તે ગુજરાતસે એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતાં. તેમના સન્માન બદલ શુભેચ્છકો મિત્રો વર્તુળોએ શુભેચ્છા પાઠવી હતી.
જામનગરના યુવા અગ્રણી અને યુવા ઉદ્યોગ સાહસિક કલ્પેશભાઇ હડિયલને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાન અને સામાજીક સેવાભાવ બદલ રાષ્ટ્રનિર્માણમાં સહભાગી ગુજરાતસે એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતાં. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેઓને અમદાવાદ ખાતે આયોજીત સમારોહમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. યુવાનો માટે પ્રેરણારૂપ કાર્ય, સમાજ પ્રત્યેની જવાબદારી રાષ્ટ્રપ્રત્યેની પ્રતિબઘ્ધતાનું આ સન્માન આ એક નવી ઓળખ ઉભી કરે છે. જામનગરનું પણ તેમણે ગૌરવ વધાર્યુ છે.


