રાજકોટમાં યોજાયેલ ‘જીનીયર્સ બેબીલીગ ફુટબોલ ફેસ્ટ 2026’માં એનસીએફસી જામનગર અન્ડર 8 બોયઝ ટીમએ રનર્સ અપ બની જામનગરનું ગૌરવ વધાર્યુ હતું.
તાજેતરમાં તા. 9 થી 16 ઓગસ્ટ દરમિયાન રાજકોટ ખાતે રાજકોટના જીનીયર્સ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ‘જીનીયર્સ બેબીલીગ ફુટબોલ ફેસ્ટ 2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અન્ડર 8 બોયઝ વિભાગમાં કુલ 10 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં એનસીએફસી જામનગરની ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રનર્સઅપ હતી. એનસીએફસી જામનગરની ટીમે પ્રથમ મેચ ડ્રો રહ્યાં બાદ બીજા મેચમાં 1-0 થી વિજેતા થઇ હતી. ત્યારબાદ સેમી ફાઇનલમાં માસ્ટર એફસી રાજકોટ સામે 2-0 થી વિજેતા થઇ હતી.
ફાઇનલમાં એનસીએફસી જામનગર અને અવધ સ્ટાર્સ-રાજકોટ વચ્ચે રમાયો હતો. જેમાં એનસીએફસી જામનગરની ટીમે લડત બાદ 2-4 થી પરાજય થતાં રનર્સઅપ રહી હતી.


