Wednesday, August 19, 2026
HomeવિડિઓViral Videoઆ જ છે જીવનની ખરી જીત ! રાજસ્થાની પરિવારનો આ દ્રશ્ય તમારું...

આ જ છે જીવનની ખરી જીત ! રાજસ્થાની પરિવારનો આ દ્રશ્ય તમારું દિલ જીતી લેશે – VIRAL VIDEO

મહિને માત્ર ₹6,000 થી ₹7,000 કમાતા રાજસ્થાનના યુવકે પોતાના માતા-પિતા અને બહેનનું હવાઈ સફરનું સ્વપ્ન પૂરું કર્યું.પરિવાર તેમના પરંપરાગત રાજસ્થાની પહેરવેશ માં જ એરપોર્ટ અને ફ્લાઇટમાં જોવા મળ્યો.યુઝર્સે આ વીડિયોને ખૂબ જ વધાવી લીધો છે અને તેને ‘જીવનની સાચી સફળતા’ ગણાવી છે.

- Advertisement -

જ્યારે ઈરાદા નેક હોય અને સખત મહેનત કરવાની દ્રઢતા હોય, ત્યારે ગરીબી પણ હાર માની લે છે. રાજસ્થાનના ખેમુ સૈની ની આ પ્રેરણાદાયી વાર્તા હાલ સોશિયલ મીડિયા પર લાખો લોકોના હૃદયને સ્પર્શી રહી છે.એક સમય એવો હતો જ્યારે ખેમુ માટે મહિને ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ હતું. પરંતુ નિરંતર મહેનત અને દ્રઢ નિશ્ચયના બળે તેણે આ પરિસ્થિતિ બદલી બતાવી. આજે તેણે પોતાની પહેલી કમાણી અને સફળતાથી માતા-પિતા અને બહેન માટે એર ટિકિટ બુક કરાવીને તેમનું સ્વપ્ન સાકાર કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by khemu saini (@tijara_vines01)

- Advertisement -

@tijara_vines01 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરાયેલા આ વીડિયોમાં ખેમુનો પરિવાર તેમના પરંપરાગત રાજસ્થાની પોશાકમાં સજ્જ જોવા મળે છે.

એરપોર્ટમાં પ્રવેશ કરતી વખતે અને વિમાનમાં બેસતી વખતે માતા-પિતાના ચહેરા પરની ચમક અને ચમકતી આંખો સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ક્ષણ તેમના માટે કેટલી અણમોલ હતી.ફ્લાઇટે ઉડાન ભરી ત્યારે તેમના ચહેરા પરનો આનંદ અને આશ્ચર્ય નેટિઝન્સનું ધ્યાન ખેંચી રહ્યું છે.આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો ખેમુની ભારે પ્રશંસા કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular