Wednesday, August 19, 2026
Homeરાજ્યજામનગરબીજા માળેથી પટકાયેલા કડિયા યુવાનનું મોત

બીજા માળેથી પટકાયેલા કડિયા યુવાનનું મોત

જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા એપાર્ટમેન્ટની સાઇટ પર બીજા માળે કડિયાકામ કરતાં ખીમરાણાના યુવાનનું નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં શાક માર્કેટ પાસે રહેતા અને કડિયાકામ કરતા બાબુભાઇ ડાયાભાઇ ગોહિલ (ઉ.વ.49) નામના યુવાન ગઇકાલે સવારના સમયે શહેરના પટેલ કોલોની શેરી નંબર 6માં આવેલા એપાર્ટમેન્ટના બીજા માળે કડિયાકામ કરતા હતા. તે દરમ્યાન અકસ્માતે નીચે પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી. જી. હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજયું હતું. આ બનાવ અંગેની હીરાભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. જે. કે.વજગોળ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular