Friday, August 14, 2026
Homeસમાચારરાષ્ટ્રીયજમ્મુ-કાશ્મીર: સાલાલ ડેમ તિરંગાના રંગોમાં ઝળહળી ઊઠ્યો!

જમ્મુ-કાશ્મીર: સાલાલ ડેમ તિરંગાના રંગોમાં ઝળહળી ઊઠ્યો!

સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે જમ્મુ-કાશ્મીરના રિયાસી સ્થિત પ્રસિદ્ધ સાલાલ ડેમને તિરંગાના ત્રિરંગા રંગોવાળી વિશેષ લાઇટોથી રોશન કરવામાં આવ્યો છે. ડી ડીમાં દર્શાવામાં આવેલ આ વિડીઓ રાત્રિના અંધકારમાં પાણીના પ્રવાહ સાથે ઝળહળતી આ આકર્ષક રોશનીનો અદ્ભુત નજારો સૌ કોઈનું મન મોહી રહ્યો છે.

- Advertisement -

હર ઘર તિરંગા’ અને ‘મેરી માટી મેરા દેશ’ જેવા રાષ્ટ્રીય અભિયાનો અંતર્ગત દેશના તમામ મહત્વપૂર્ણ સ્મારકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને રોશન કરવામાં આવી રહ્યા છે. તેમાંથી રિયાસીનો આ સાલાલ ડેમ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યો છે. આ અદ્ભુત નજારો જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને આ ક્ષણોને પોતાના કૅમેરામાં કૅપ્ચર કરી રહ્યા છે. ડેમ પર કરવામાં આવેલી આ ઝગમગતી રોશની આઝાદીના અમૃત મહોત્સવ અને દેશની સમૃદ્ધિની ગૌરવગાથા રજૂ કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular