જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર પાસેથી પસાર થતાં બાઇક સવાર બે શખ્સોને સિટી ‘એ’ ડિવિઝન પોલીસે આંતરીને તલાશી લેતાં તેમના કબ્જામાંથી પાંચ બોટલ દારૂ, ચાર નંગ ચપલા અને બાઇક મળી કુલ રૂા. 57,772નો મુદામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ જામનગર શહેરના પંચેશ્વર ટાવર પાસેથી પસાર થતાં જીજે10 ઇઇ 0310 નંબરના જ્યુપીટર બાઇકને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરી લીધું હતું અને અજયસિંહ મનુભા દેદા (ઉ.વ.32) દિવ્યરાજસિંહ નવનસિંહ પરમાર (ઉ.વ.30) નામના બે શખ્સોની તલાશી લેતાં તેમના કબ્જામાંથી પાંચ બોટલ ઇંગ્લીશ દારૂ અને ચાર નંગ દારૂના ચપલા મળી આવતાં પોલીસે રૂા. 40 હજારની કિંમતનું બાઇક અને રૂ. 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા. 57,772ના મુદામાલ સાથે બન્નેની ધરપકડ કરી ગુનો નોંધી પૂછપરછ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


