રાજસ્થાનના ચુરુ જિલ્લાના સુજાનગઢ વિસ્તારમાં આવેલી શ્રી દુર્ગાદત્ત ફતેહપુરિયા સરકારી માતૃ અને શિશુ હોસ્પિટલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલના એન્ટરન્સ ગેટ પાસે અચાનક જ છત મોટો ભાગ નીચે ઉભેલી મહિલા પર ધસી પડ્યો હતો.આ સમગ્ર ઘટના હોસ્પિટલના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

25 વર્ષીય કિરણ મેઘવાલ નામના મહિલા દર્દી જ્યારે હોસ્પિટલની બહાર નીકળી રહ્યા હતા ત્યારે જ પ્લાસ્ટરનો સ્લેબ તેમની માથા પર પડ્યો હતો.મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા 2 ટાંકા આવ્યા છે. સદ્નસીબે મોટી જાનહાની ટળી છે.હોસ્પિટલ તંત્ર દ્વારા અગાઉ જ PWD વિભાગને જર્જરિત મકાનના સમારકામ માટે પત્ર લખવામાં આવ્યો હતો, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે.
તંત્રની આ ઘોર બેદરકારીનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે!”
राजस्थान के चुरू जिले में एक महिला मरीज अपना इलाज कराने सरकारी अस्पताल में आई थी। डॉक्टर तो बाद में देखते, पहले ऊपर से मौत आने को तैयार थी। pic.twitter.com/Rx09Vgpqbl
— Sachin Gupta (@Sachingupta) August 5, 2026


