Thursday, August 6, 2026
Homeરાજ્યહાલારકલ્યાણપુર પોલીસનો સપાટો, મેવાસા-ગઢકા-રાવલ-હરીપરમાં જૂગાર સ્થળે દરોડા

કલ્યાણપુર પોલીસનો સપાટો, મેવાસા-ગઢકા-રાવલ-હરીપરમાં જૂગાર સ્થળે દરોડા

પોલીસે ચાર જુદા-જુદા સ્થળે દરોડા પાડયા: રૂા.26,350ની રોકડ રકમ સાથે 15 શખ્સોને ઝડપી લીધા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદે જુગાર રમાડતા તત્વો સામે કલ્યાણપુર પોલીસે લાલ આંખ કરીને વ્યાપક ઝુંબેશ હાથ ધરી છે. તાલુકાના મેવાસા, ગઢકા, રાવલ અને હરીપર ગામે મોડી સાંજ સુધીમાં પોલીસે ચાર અલગ-અલગ સ્થળોએ સફળ દરોડા પાડીને જાહેરમાં ગંજીપત્તા વડે પૈસાની હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલા કુલ 15 શખ્સોને રોકડ રકમ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ નેતુભા જાડેજાને મળેલી બાતમીના આધારે ગત તા. 05/08/2026 ના રોજ બપોરે 3 વાગ્યા આસપાસ મેવાસા ગામના કરણધાર વિસ્તારમાં જાહેરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ગંજીપત્તા વડે તીનપત્તીનો જુગાર રમતા 3 શખ્સો રોકડા રૂપિયા 3,620 તથા ગંજીપત્તા સાથે રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ મામલે કલ્યાણપુર પોલીસે જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધ્યો છે. કેસની આગળની તપાસ પો.હેડ.કો. દીલીપભાઈ ડી. બાવળીયા ચલાવી રહ્યા છે.

ત્યારબાદ ગત તા. 05/08/2026 ના રોજ સાંજે 5 વાગ્યા આસપાસ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પો.કોન્સ.
હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ગઢકા ગામે ગરબી ચોક પાસે ગલીમાં બીજો દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં જાહેરમાં જુગાર રમી રહેલા 6 શખ્સો ને પોલીસે રોકડા રૂપિયા 22,110 તથા ગંજીપત્તા સાથે દબોચી લીધા હતા. આ મામલે કલ્યાણપુર પોલીસે જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધ્યો છે. આગળની તપાસ પો.હેડ.કો. નારણભાઈ એ. દેથરીયા કરી રહ્યા છે.

- Advertisement -

ગત તા. 05/08/2026 ના રોજ સાંજે 6.30 વાગ્યા આસપાસ રાવલ આઉટ પોસ્ટના પો.હેડ કોન્સ. ભરતજી રાણાજી ઓડેદરાને મળેલી બાતમીના આધારે રાવલ ગામના લીરબાઈનગર વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટલાઈટના અંજવાળે દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં જાહેરમાં જુગાર રમતા 3 શખ્સો ને રોકડા રૂપિયા 620 તથા ગંજીપત્તા સાથે ઝડપી લેવાયા હતા. કલ્યાણપુર પોલીસે જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગત તા. 05/08/2026 ના રોજ રાત્રે 8.30 આસપાસ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ. નારણભાઇ આલાભાઇ દેથરીયાને મળેલી બાતમીના આધારે હરીપર ગામે ગૌશાળા પાસે બાવળની ઝાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 3 શખ્સો રોકડા રૂપિયા 600 તથા ગંજીપત્તા સાથે પકડાઈ ગયા હતા. આ અંગે પોલીસે જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો દાખલ કર્યો છે. આગળની તપાસ પો.હેડ.કો. નીલેશભાઈ એસ. ગોજીયા ચલાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular