Wednesday, August 5, 2026
Homeરાજ્યજામનગરઆરબલુસની સીમમાં વાડીમાંથી ઈંગ્લીશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

આરબલુસની સીમમાં વાડીમાંથી ઈંગ્લીશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો

સ્થાનિક પોલીસનો સપાટો : ખેતરમાંથી 9024 નંગ બોટલો અને 18000 નંગ ચપલા કબ્જે : ટે્રકટર અને ક્ધટેનર ટ્રક જપ્ત : એક્સયુવી કારનો ચાલક નાશી ગયો : પોલીસ દ્વારા 6 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ

જામનગર શહેર અને જિલ્લામાં દારૂની રેલમછેલ જોવા મળે છે. છાશવારે પોલીસ દ્વારા રેઈડ દરમિયાન દારૂનો જંગી જથ્થો ઝડપી લેવામાં આવે છે પરંતુ જેટલો દારૂ પકડાય છે તેના કરતા અનેકગણો વધુ દારૂ તો ઘર કરી જાય છે. લાલપુર તાલુકાના આરબલુસ ગામની સીમમાં આવેલા ખેતરમાંથી સ્થાનિક પોલીસે 9024 નંગ દારૂની બોટલો અને 18000 નંગ ઈંગ્લીશ દારૂના ચપલા સહિત રૂા.1.30 કરોડનો મુદ્દામાલ ઝડપી લઇ નાશી ગયેલા છ શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં દારૂની રેલમછેલ અને બેફામ હેરાફેરી થતી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવે છે. દારૂબંધી ધરાવતા ગાંધીના ગુજરાતમાં દારૂની બેખોફ હેરાફેરી થઈ રહી છે અને પોલીસ દ્વારા પણ દારૂના વ્યાપક દરોડા પાડવામાં આવતા હોય છે. લોકચર્ચા મુજબ જેટલો દારૂ પોલીસ પકડે છે તેના કરતાં અનેકગણો દારૂ તો ઘર કરી જાય છે તેની વિગતો પણ બહાર આવતી નથી. દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાં પણ પોલીસ દ્વારા છેલ્લાં થોડાંક સમયથી દારૂની બદી ડામવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં ગઈકાલે લાલપુર તાલુકાના આરબલુસ ગામના સીમ વિસ્તારમાં આવેલી કનકસિંહ ફતેસંગ વાળાની વાડીમાં દારૂનો જંગી જથ્થો ઉતર્યો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈની અને એએસપી પ્રતિભાની સૂચનાથી પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફે રેઈડ કરી હતી.

રેઈડ દરમિયાન લાલપુર પોલીસે ખેતરના ગોડાઉનમાં ઉતારેલો તથા ટે્રકટરની ટ્રોલીમાં રાખેલી જુદી જુદી બનાવટની રૂા.69,55,548 ની કિંમતની 9024 નંગ ઈંગ્લીશ દારૂની બોટલો તથા રૂા.36,00,000 કિંમતના ઈંગ્લીશ દારૂના 18000 નંગ ચપલા મળી આવ્યા હતાં તેમજ 4,00,000 ની કિંમતનું જીજે-10-એમએમ-7888 નંબરનું ટ્રેકટર તેમજ નંબર વગરની એક લાખની કિંમતની ટ્રોલ તથા રૂા.20,00,000 ની કિંમતનો એનએલ-01-એકે-2940 નંબરનો ક્ધટેનર ટ્રક મળી કુલ રૂા.1,30,55,548 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરતા આ ઈંગ્લીશ દારૂના જંગી જથ્થામાં હરદેવસિંહ મંગળસિંહ જાડેજા, ભાવેશ જેઠા પરમાર, દશરથસિંહ વનરાજસિંહ જાડેજા તેમજ ટે્રકટરનો ચાલક અને માલિક તથા ક્ધટેનરનો ચાલક અને માલિક ઉપરાંત રેઈડ પુર્વે નાશી ગયેલી ગે્ર કલરની એકસયુવી કારનો ચાલક અથવા માલિક સહિતના શખ્સો વિરૂધ્ધ પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધી બુટલેગરોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular