Wednesday, August 5, 2026
Homeરાજ્યહાલારખીલોસ ગામના યુવાન લશ્કરમાં ફરજ બજાવી વતન પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું

ખીલોસ ગામના યુવાન લશ્કરમાં ફરજ બજાવી વતન પરત ફરતા ભવ્ય સ્વાગત કરાયું

બાઇક રેલી તથા વાજતે-ગાજતે સ્વાગત

જામનગર તાલુકાના ફલ્લા નજીક આવેલા નાનકડા એવા ખીલોસ ગામના ક્ષત્રિય યુવાન મા ભોમની 24 વર્ષ સુધી સરહદે રક્ષા કરીને નિવૃત થતાં પરત પોતાના વતન આવતા પાંચ કિ.મી. સુધીની બાઇક રેલી યોજી વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ખીલોસ ગામના સૈનિક વિમલસિંહ હઠુભા જાડેજા દેશના વિવિધ સ્થળો પર 24 વર્ષ અને 15 દિવસ દેશની રક્ષા કરી હતી. આર્મીની આટલી લાંબી ફરજ પુરી કરીને હવે નિવૃતિ લઇને પોતાના વતન ખીલોસ ગામે આવતા યુવાનોનો મોટો કાફલો બાઇક રેલી સ્વરૂપે ફલ્લા ગામથી ખીલોસ ગામના ગ્રામજનો તથા નજીકના ગામના ગ્રામજનોએ ભારત માતા કી જય બોલાવીને વાજતે ગાજતે સ્વાગત કર્યુ હતું. સૌએ સાથે મળીને પ્રસાદ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular