Tuesday, August 4, 2026
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છરાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસરના ડીસમીસના ઓર્ડર પર હાઇકોર્ટનો સ્ટે

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચીફ ફાયર ઓફિસરના ડીસમીસના ઓર્ડર પર હાઇકોર્ટનો સ્ટે

સસ્પેન્ડ ગણી અડધો પગાર ચૂકવવા હાઇકોર્ટનો આદેશ

ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડમાં મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસરને ફરજમાંથી બરતરફ કરવામાં આવ્યા હતાં. જેને લઇ આ અંગે હાઇકોર્ટમાં કરાયેલ અપીલ દરમિયાન હાઇકોર્ટે આ હુકમ સામે સ્ટે આપ્યો છે અને તેમને ડીસમીસ નહીં પરંતુ સસ્પેન્સન હેઠળ રાખી નિર્વાહ ભથ્થુ ચૂકવવા આદેશ કર્યો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ રાજકોટના ટીઆરપી ગેમઝોન દુઘર્ટના સંદર્ભે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓ સામે શિસ્તભંગ અને બેદરકારીના પગલા લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ખાતાકીય તપાસના આદેશો કરાયા હતાં. આ તપાસને લઇ રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર સહિતના 6 અધિકારીઓને ડીસમીસ કરવામાં આવ્યા હતાં. જેને લઇ ચીફ ફાયર ઓફિસરે આ નિર્ણય સામે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં.

ગુજરાત હાઇકોર્ટમાં આ કેસ ચાલતા હાઇકોર્ટે રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા થયેલ બરતરફી અને રૂખસદીના હુકમ ઉપર સ્ટે. આપી દીધો હતો અને જ્યાં સુધી આ કેસની અંતિમ સુનાવણી પુર્ણ ન થાય એ આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરને ડીસમીશ થયેલા નહીં પરંતુ સસ્પેન્સન હેઠળ ગણવામાં આવશે. આ દરમિયાન તેઓને મળવા પાત્ર નિર્વાહ ભથ્થુ ચૂકવવુ પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular