Friday, July 31, 2026
Homeરાજ્યજામનગરસગીરા અને બાળકીની છેડતીના કેસમાં બે નરાધમ વૃઘ્ધોને સજા

સગીરા અને બાળકીની છેડતીના કેસમાં બે નરાધમ વૃઘ્ધોને સજા

હાપામાં રહેતા નરાધમ વૃઘ્ધે બાળકીની છેડતીના કેસમાં પોકસો કોર્ટ દ્વારા આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. જામનગર શહેરમાં વૃઘ્ધે સગીરાની જાતીય સજામણીના કેસમાં કોર્ટ દ્વારા આરોપીને ત્રણ વર્ષની સજાનો હુકમ કર્યો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ પ્રથમ કેસમાં ફરિયાદીની ચાર વર્ષની દિકરી તા.23-10-2025ના તેના મામાના ઘરે ભાઇબીજ હોય જમવા ગઇ હતી ત્યારે ભોગ બનનાર તથા તેનો ભાઇ મણીભદ્ર એપાર્ટમેન્ટની બહાર રમતા હતાં આ દરમિયાન શિવશકિત સોસાયટી હાપાનો રહેવાસી પ્રકાશદાન ઇશ્ર્વરદાન દેવકા નામનો 61 વર્ષના વૃઘ્ધે બાળકીને મુઠ્ઠીમાં વસ્તુ આપુ તેવો ઇશારો કરી બોલાવી હતી. અને ભોગ બનનારને હાથ પકડી પોતાના ખોળામાં બેસાડી છેડતી કરી હતી. જેથી ભોગ બનનારે તથા તેના ભાઇએ છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આરોપી છોડતો ન હતો જેથી સામે નોકરી કરતા એક વ્યકિતએ ભોગ બનનાર છોડાવી તેના માતા-પિતાને સોંપી આપી હતી.

આ અંગે માતા-પિતાને જાણ કરાતા ભોગ બનનારના પિતાએ સીટી એ ડિવિઝનમાં પોકસો સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ સ્પે.પોકસો કોર્ટમાં ચાલતા સરકારી વકીલની દલીલ, સીસી ટીવી ફુટેજ તથા દસ્તાવેજી પુરાવાઓ ઘ્યાને લઇ સ્પે.પોકસો કોર્ટના જજ આર.પી. મુગેરાએ પોકસો કલમ 8માં પાંચ વર્ષની સખત કેદની સજા તથા રૂા.5,000 દંડ, પોકસો કલમ 12માં બે વર્ષની સખત કેદની સજા તથા રૂા.2000 દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા અને ભોગ બનનારને વળતર પેટે રૂા.2 લાખ ચૂકવવા હુકમ કર્યો છે.

- Advertisement -

બીજા કેસમાં તા.10-3-2024 ના જામનગરના સનમ સોસાયટીમાં રહેતા હારૂ ઓસમાણ શેખ નામના 58 વર્ષના વૃઘ્ધને ત્યાં સગીરા પાણી ભરવા માટે ગઇ હતી. ત્યારે આરોપીએ ભોગ બનનારને પાછળથી પકડી જાતિય સતામણી કરી હતી. આ અંગે સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ હતી. જે કેસ સ્પે.પોકસો કોર્ટમાં ચાલતા દસ્તાવેજી પુરાવાઓ, સરકારી વકીલની દલીલો ઘ્યાને લઇ આરોપીને તકસીરવાન ઠેરવી પોકસો કોર્ટના જજ આર.પી. મોગેરાએ પોકસો કલમ 8માં ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂા.5000નો દંડ અને દંડ ન ભરે તો વધુ 6 માસની સજા અને ભોગ બનનારને વળતર પેટે રૂા.1 લાખ ચૂકવવા હુકમ કર્યો છે. આ બન્ને કેસોમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular