Wednesday, July 29, 2026
Homeવિડિઓઆખલાએ મચાવ્યો આતંક: રાહદારીઓને શીંગડે ભરાવી હવામાં ઉછાળ્યા - VIDEO

આખલાએ મચાવ્યો આતંક: રાહદારીઓને શીંગડે ભરાવી હવામાં ઉછાળ્યા – VIDEO

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના અત્યંત વ્યસ્ત એવા ગાંધીચોક વિસ્તારમાં અચાનક એક રખડતા આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરીને ભારે આતંક મચાવ્યો હતો. ભરબજારમાં બનેલી આ ઘટનાને કારણે આસપાસના વેપારીઓ અને રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.

- Advertisement -

રસ્તા પર બેકાબૂ બનેલા આખલાએ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓને લક્ષ્ય બનાવી તેમને શીંગડે ભરાવીને ફૂટબોલની જેમ હવામાં ઉછાળ્યા હતા, જેના કારણે બજારમાં ભારે નાસભાગ અને અફરાતફરી સર્જાઈ હતી. સ્થળ પર હાજર લોકોએ હિંમત દાખવીને દોરી વડે આખલાને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આક્રોશિત આખલો દોરડું તોડીને ફરીથી બજાર તરફ દોડી ગયો હતો.

- Advertisement -

ગાંધીચોક જેવા ગીચ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ શહેરમાં રખડતા ઢોરના ત્રાસ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક રહીશો અને વેપારીઓએ ઉગ્ર માગણી કરી છે કે આવા હિંસક અને રખડતા ઢોરને વહેલી તકે પાંજરે પુરવામાં આવે, જેથી કોઈ નિર્દોષ નાગરિકનો જીવ જોખમમાં ન મુકાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular