Friday, July 24, 2026
Homeવિડિઓકાલાવાડ તાલુકામાં મેઘમહેર: બામણગામની નદીમાં ઘોડાપૂર - VIDEO

કાલાવાડ તાલુકામાં મેઘમહેર: બામણગામની નદીમાં ઘોડાપૂર – VIDEO

પાણીને વહેણમાં કાર ફસાઈ, સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી

જામનગર જિલ્લાના કાલાવાડ શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગત મોડી રાત્રિથી ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ઉપરવાસમાં પણ સારો વરસાદ નોંધાતા સ્થાનિક નદીઓમાં ધોડાપૂર આવ્યા હતા.

- Advertisement -

કાલાવાડ તાલુકાના બામણગામ પાસે આવેલી સ્થાનિક નદીમાં અચાનક ધોડાપૂર આવતાં એક કાર પાણીના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના ગામલોકો તાત્કાલિક દોડી આવ્યા હતા.

સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. કાર ચાલકની સતર્કતા તેમજ ગામલોકોની સમયસર મદદને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી અને મોટી દુર્ઘટના ટળી હતી.

- Advertisement -

ભારે વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જ્યારે નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ વધતા સ્થાનિક તંત્ર દ્વારા પણ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. વરસાદી માહોલ વચ્ચે નદી, ચેકડેમ અને પાણીના વહેણવાળા વિસ્તારો નજીક ન જવા તેમજ જોખમ ન લેવા સ્થાનિકોને સૂચના આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular