દડિયા ગામે તંત્ર દ્વારા ગેરકાયદેસર મકાનનું ડીમોલીશન કરવા જતાં મહિલાએ ફિનાઇલ પી લેતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવારઅર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટનાના પગલે તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.
રણજિતસાગર રોડ ઉપર આવેલા દડિયા ગામમાં થોડા દિવસો પૂર્વે ગ્રામ પંચાયતમાં જુનાવણી પાણીનો ટાંકો તોડીને એક વ્યક્તિએ મકાન બનાવી લીધાં હતાં. તેમજ તેમાં નોનવેજની દુકાન ચાલુ કરી દીધી હતી. આ અંગે ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટર, એસપી સહિતનાઓને આવેદનપત્ર પાઠવી મકાનનું ડીમોલીશન કરી પાણીનો ટાંકો ફરીથી બનાવવા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સરપંચ રાજેશભાઇ લખિયર સહિતના પંચાયતના હોદ્ેદારોને જો મકાન પાડવામાં આવ્યું તો ધાકધમકીઓ આપવામાં આવતી હતી. જે અંગેના રેકોર્ડિંગ પણ પીઆઇ સહિતના અધિકારીઓને આપવામાં આવ્યા હતા.
View this post on Instagram
જેને લઇ તાલુકા પંચાયતની ટીમ દ્વારા આ ગેરકાયદેસર મકાનનું ડીમલીશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ડીમોલીશન કરવા પહોંચતા મકાનમાં રહેતાં મહિલાએ ફીનાઇલ પી લેતાં તાત્કાલિક 108 મારફતે મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. પંચ ‘બી’ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી મકાનના ડીમોલીશન માટે બંદોબસ્ત ગોઠવ્યો હતો. તલાટી મંત્રી સહિતની ટીમો ડીમોલીશન દરમ્યાન હાજર રહી હતી.


