Wednesday, July 15, 2026
Homeરાજ્યજામનગરફૂડ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ - VIDEO

ફૂડ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ – VIDEO

45 કિલો તેલ, 75 કિલો વાસી જથ્થો, 15 કિલો પસ્તીનો નાશ કરાયો : ન્યુસન્સ અંગેનો રૂા.14,000નો દંડ : સાંઇ બેકર્સમાંથી એકસપાયરી ડેટ વાળા 24 પેકેટનો નાશ અને 5000નો દંડ

જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધર્યુ હતું જેમાં વિવિધ પેઢીઓમાંથી 50 કિલો વાસી જથ્થો, 45 કિલો તેલ, 15 કિલો પસ્તી, એકસ્પાયરી ડેટ વાળા પેકેટ સહિતની ચીજ વસ્તુઓનો નાશ કર્યો હતો.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા કમિશ્નર દિપેશ કેડીયાની સુચના મુજબ શહેરી જનોની સુખાકારી માટે હલ્ધી/હાઇઝીન ફૂડ તથા ફાસ્ટ ફૂડ/રેકડીઓમાં વપરાતા ખાદ્ય તેલ/પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ તેમજ હોટલ/રેસ્ટોરન્ટમાં વાસી ફૂડ અંગે ફૂડ શાખા દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જામનગર મહાનગરપાલિકા ફૂડ સેફટી ઓફિસરની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં આવેલ ફરસાણ તથા ફાસ્ટફૂડ વિક્રેતાઓને ત્યાં ટીપીસી અને પ્રિન્ટેડ પસ્તી ચેકીંગની કામગીરી કરવામાં આવી હતી તેમજ પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ ન કરવા તાકીદ કરવામાં આવી હતી. કુલ 71 પેઢીમાં ચેકીંગ હાથ ધરાયું હતું જેમાં 45 કિલો ગ્રામ તેલ, 15 કિલો ગ્રામ પસ્તીનો નાશ કરાવ્યો હતો તેમજ 25 કિલો વાસી જથ્થો અનહાઇજેનિક ક્ધડીંશનમાં જણાતા તેનો સ્થળ પર નાશ કરાયો હતો. તેમજ ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં આવેલ હોટલ/રેસ્ટોરન્ટ, ફરસાણ, નોન-વેજ શોપ વગેરે 13 પેઢીમાં તપાસ હાથ ધરી હતી. જેમાં 50 કિલો વાસી જથ્થો અનહાઇજેનિક ક્ધડીશનમાં જણાતા સ્થળ પર નાશ કરાયો હતો. તથા 4 આઇસ ફેકટરીની તપાસ કરી સાફ સફાઇ અને સ્વચ્છતા જાળવવા તથા કલોરીનેશન રૂટીન જાળવવા જણાવાયું હતું.

- Advertisement -

ફુડ સેફટી ઓફિસર દ્વારા પાણાખાણ વિસ્તારમાં આવેલ 7 પેઢીમાં ચેકીંગ કર્યુ હતું. સાફ સફાઇ અને સ્વચ્છતા જાળવવા, લાલ પડદો લગાવવા, કટીંગનું બીલ નિભાવવા સહિતની સુચના આપી સોલીડ વેસ્ટને સાથે રાખી ન્યુસન્સ અંગેનો 14000 રૂપિયાનો દંડ કર્યો હતો.

- Advertisement -

ઓનલાઇન ફરિયાદ અન્વયે શરૂ સેકશન રોડ પર આવેલ શ્રી સાંઇ બેકર્સ નામની પેઢીમાં ફૂડ શાખાની ટીમ દ્વારા રૂબરૂ ઇન્સ્પેકશન કરતા એકસપાયરી ડેટ વાળા 24 પેકેટ સ્થળ પર નાશ કર્યો હતો. તેમજ ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે અંગેની તકેદારી રાખવા 5000નો દંડ કર્યો હતો. તેમજ રાજ્યપાલના જામનગર પ્રવાસ દરમિયાન ફુડ શાખા દ્વારા રાજ્યપાલના કાર્યક્રમ સ્થળે ખાદ્ય પદાર્થના નમુના લેવામાં આવ્યા હતાં. તેમજ ઓનલાઇન ફરિયાદ અન્વયે મુલામેડીમાં આવેલ ન્યુબહાર પાન હાઉસ નામની પેઢીમાં ચેકીંગ હાથ ધર્યુ હતું. જેમાં પાનની ચટણી અને કાથો નમુના લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. તથા હાઇજેનિક ક્ધડીશન મેઇન્ટેન કરવા નોટીસ અપાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular