Sunday, September 13, 2026
Homeરાજ્યજામનગરરિક્ષા અને બાઇક અથડાવવા બાબતે બે પરિવારો વચ્ચે સામસામા હુમલા

રિક્ષા અને બાઇક અથડાવવા બાબતે બે પરિવારો વચ્ચે સામસામા હુમલા

જામનગર શહેરના ટીટોડીવાડી વિસ્તારમાં બાઇક અને રિક્ષા અથડાવાની બાબતે ઠપકો આપતાં ચાર શખ્સોએ યુવાન ઉપર પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો. તેમજ પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવમાં સામાપક્ષે ત્રણ શખ્સોએ ધારિયા અને પાઇપ વડે હુમલો કરી રિક્ષામાં તોડફોડ કર્યાની સામસામી ફરિયાદ નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગરના ટીટોડીવાડી, સિલ્વર સોસાયટીમાં રહેતાં શકિલ અબ્બાસ ખફી (ઉ.વ.40) નામના મજૂરીકામ કરતા યુવાનની બાઇક સાથે તેના જ વિસ્તારમાં રહેતાં જુનૈદ બ્લોચની રિક્ષા અથડાવાની બાબતે શકિલે ઠપકો આપ્યો હતો. ત્યારબાદ જુનૈદ જાનમામદ બ્લોચ, કામિલ જાનમામદ બ્લોચ, ફાતમાબેન અને કામિલની માતા સહિતના ચાર શખ્સોએ એકસંપ કરી શકિલને ગાળો કાઢી, છરી અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. ઉપરાંત જુનૈદએ લોખંડના પાઇપ વડે મોઇન ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ બે મહિલાઓએ ગાળાગાળી કરી પતાવી દેવાની ધમકી આપી હતી.

આ હુમલા બાદ સામાપક્ષે જુનૈદ બ્લોચ ઉપર મોહસિન ઉર્ફે દંતો, શકિલ ખફી, નાઝિર ઉર્ફે કાળો નામના ત્રણ શખ્સો જુનૈદની રિક્ષામાં તોડફોડ કરતાં હતાં. જેથી જુનૈદ તોડફોડ કરવાની ના પાડવા જતાં તેના ઉપર લોખંડના ધારિયા અને પાઇપ વડે આડેધડ માર મારી શરીરે તથા માથામાં ઇજા પહોંચાડી હતી. ભાઇને બચાવવા વચ્ચે પડેલ કામિલ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. ત્રણ શખ્સોએ બે ભાઇઓ ઉપર હુમલો કરી રિક્ષામાં નુકસાન પહોંચાડયું હતું.

- Advertisement -

સામસામા કરાયેલા હુમલામાં ઘવાયેલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધાર પીએસઆઇ ડી. જી. રામાનુજ તથા સ્ટાફએ શકિલ ખફીની બે મહિલા સહિતની ચાર શખ્સો વિરૂદ્ધ હુમલો તથા ધમકીની તથા જુનૈદ ખફીની ત્રણ શખ્સો વિરૂદ્ધ હુમલો, તોડફોડ અને ધમકીની સામસામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular