Saturday, July 11, 2026
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ત્રણ સ્થળોએ પોલીસના દરોડા

જામનગર શહેરમાં ત્રણ સ્થળોએ પોલીસના દરોડા

વિકાસગૃહ પાસેથી દારૂના ચપલા સાથે શખ્સ ઝબ્બે : નાગના રોડ પાસે બોટલ અને ચપલા સાથે શખ્સ ઝડપાયો : કાલાવડના નાકા બહારથી 4 નંગ દારૂની બોટલ સાથે શખ્સને પોલીસે ઝડપી લીધો

જામનગર શહેરના વિકાસગૃહ રોડ ઉપરથી પસાર થતાં શખ્સને ઇંગ્લીશ દારૂના ચપલા સાથે પોલીસે ઝડપી લીધો હતો. જામનગરના નાગના રોડ ઉપર દારૂના ચપલા અને બોટલ સાથે શખ્સને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના વિકાસગૃહ રોડ ઉપરથી પસાર થતાં ક્રિપાલસિંહ સુખદેવસિંહ ઝાલા (ઉ.વ.22) નામના શખ્સને સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાશી લેતાં તેની પાસેથી રૂા. 21 હજારની કિંમતના 70 નંગ ઇંગ્લીશ દારૂના ચપલા મળી આવતા પોલીસે ક્રિપાલસિંહની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો જામનગર શહેરના નાગના રોડ ઉપર આવેલા સ્મશાન પાછળની અવાવરૂ જગ્યામાંથી પોલીસે ગૌતમ ઉર્ફે ગટી રમેશ પરમાર (ઉ.વ. 21) નામના શખ્સને આંતરીને તલાશી લેતાં તેની પાસેથી રૂા. 3600ની કિંમતની દારૂની બે બોટલ અને રૂા. 12,000ની કિંમતના ઇંગ્લીશ દારૂના 40 નંગ ચપલા મળી આવતા સિટી ‘બી’ પોલીસ સ્ટાફે દારૂ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો જામનગર શહેરમાં કાલાવડ નાકા બહારથી પસાર થતાં કિશોર શામજી પરમાર નામના શખ્સને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાશી લેતાં તેમની પાસેથી રૂા. 2 હજારની કિંમતની ઇંગ્લીશ દારૂની બોટલ મળી આવતાં પોલીસે કિશોરની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular