Tuesday, June 30, 2026
Homeરાજ્યજામનગરધ્રોલના નાના ગરેડીયા ગામની પ્રાથમીક શાળાના વિકાસ માટે જમીનનું દાન - VIDEO

ધ્રોલના નાના ગરેડીયા ગામની પ્રાથમીક શાળાના વિકાસ માટે જમીનનું દાન – VIDEO

ધ્રોલ તાલુકામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન નાના ગરેડીયા ગામની પ્રાથમિક શાળાના વિકાસ માટે જમીનનું દાન મળ્યું હતું. અગ્રણીઓ દ્વારા જમીનનું દાન આપનાર દાતાનું સન્માન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા ગામમાં શિક્ષણ ક્ષેત્રે પ્રેરણાદાયી પહેલ સામે આવી છે. ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા ગામની પ્રાથમિક શાળાના વિકાસ માટે ગામના બીજલભાઈ દ્વારા ઉદારતાપૂર્વક જમીનનું દાન આપવામાં આવ્યું છે. શાળા પરિસરમાં એક તરફ શૈક્ષણિક વર્ષના પ્રારંભે ‘શાળા પ્રવેશોત્સવ’નો ઉમંગ જોવા મળ્યો હતો, જ્યાં ભૂલકાઓએ શિક્ષણના પ્રથમ પગથિયાં માંડ્યા હતા. તો બીજી તરફ, ગામના બીજલભાઇ દ્વારા શાળાના વિકાસ માટે જમીનનું દાન આપવામાં આવ્યું હતું. આ તકે ગામના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે જમીનનું દાન કરનાર બિજલભાઈનું સન્માન ગામના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ગામના બીજલભાઈ ગોવિંદભાઈ શિયાર દ્વારા નાના ગરેડીયા પ્રાથમિક શાળાના નિર્માણ અને વિસ્તાર માટે પોતાની મૂલ્યવાન એક વિધા જમીન દાનમાં અર્પણ કરવામાં આવી છે. વિદ્યાદાન એ જ મહાદાનની’ ઉક્તિને સાર્થક કરતા આ કાર્યથી સમગ્ર ગ્રામજનોમાં ખુશી અને ગર્વની લહેર દોડી ગઈ છે.

- Advertisement -

બીજલભાઈએ માત્ર જમીનનો ટુકડો નથી આપ્યો, પરંતુ ગામની આવનારી પેઢીઓ માટે પ્રગતિ અને સફળતાના દ્વાર ખોલી આપ્યા છે. આ શુભ પ્રસંગે સમસ્ત ગ્રામજનો દ્વારા બીજલભાઈ શિયારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular