Friday, June 26, 2026
Homeરાજ્યહાલારકાલાવડમાં લિવરની બિમારી સબબ વેપારી યુવાનનું મોત

કાલાવડમાં લિવરની બિમારી સબબ વેપારી યુવાનનું મોત

છેલ્લા છ મહિનાથી લિવરની બિમારી : લોહીની ઉલ્ટી થતાં સારવારમાં ખસેડાયો : સારવાર દરમ્યાન મોત : પોલીસે મૃતદેહનનો કબ્જો સંભાળી હાથ ધરી કાર્યવાહી

કાલાવડ ગામમાં આવેલી ક્રિષ્ના ટાઉનશીપમાં રહેતાં વેપારી યુવાનને છ મહિનાથી બિમારી હોય લોહીની ઉલટી થતાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આ બનાવની મળેલી વિગત મુજબ કાલાવડ ગામમાં આવેલી ક્રિષ્ના ટાઉનશીપ-1માં એ-33 ખાતે રહેતાં પીયૂષભાઇ જેન્તીભાઇ હીરપરા (ઉ.વ.38) નામના યુવાનને છેલ્લા છ મહિનાથી લીવરની બિમારી હોય ગઇકાલે એકાએક લોહીની ઉલ્ટી થઇ હતી. દરમ્યાન યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ જવાતા ફરજ પરના તબીબોએ તેમનું મોત નિપજયાનું જાહેર કર્યું હતું. આ બનાવની મૃતકના પિતા જેન્તીભાઇ હીરપરા દ્વારા જાણ કરાતા એએસઆઇ વી. ડી. ઝાપડિયા તથા સ્ટાફએ હોસ્પિટલ દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular