Friday, June 26, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં હથિયાર સાથે પસાર થતાં કારચાલકની ધરપકડ

જામનગરમાં હથિયાર સાથે પસાર થતાં કારચાલકની ધરપકડ

જામનગર શહેરની સુભાષ માર્કેટ પાસેથી પસાર થતી શંકાસ્પદ કારની તલાશી લેતાં હથિયાર મળી આવતાં પોલીસે શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં મહોર્રમના તહેવાર અંતર્ગત પેટ્રોલિંગ દરમ્યાન ગત્રાત્રિના સમયે સુભાષ શાક માર્કેટ તરફ આવતી જીજે03 પીએમ 8607 નંબરની શંકાસ્પદ કારને પીઆઇ વી. એન. ડોડિયા તથા સ્ટાફએ આંતરીને તલાશી લેતાં તેમાંથી છરી મળી આવતાં પોલીસે અબ્દુલકાદિર ઇકબાલ શેખ (રહે. રાજકોટ) નામના શખ્સની ધરપકડ કરી પાંચ લાખની કિંમતની કાર અને છરી કબ્જે કરી વિધિવત્ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular