Thursday, June 25, 2026
Homeરાજ્યજામનગરસ્ટ્રીટ લાઇટ મરામત-મેઇનટેનન્સ માટે રોજના દોઢ લાખ ખર્ચશે જામ્યુકો

સ્ટ્રીટ લાઇટ મરામત-મેઇનટેનન્સ માટે રોજના દોઢ લાખ ખર્ચશે જામ્યુકો

સ્ટે.કમીટીની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ મરામત માટે વાર્ષિક 5.58 કરોડનો ખર્ચ મંજુર : બેઠકમાં વિવિધ કામો માટે કુલ રૂા.6 કરોડ 64 લાખના ખર્ચને બહાલી

જામનગર મહાનગરપાલિકા સ્ટ્રીટ લાઇટની મરામત અને મેઇનટેનન્સ માટે આગામી એક વર્ષ માટે 5.5 કરોડનો ખર્ચ જામ્યુકોની સ્ટે.કમીટીએ મંજુર કર્યો છે. આમ દરરોજના રૂા. દોઢ લાખનો ખર્ચ જામનગર મહાનગરપાલિકા સ્ટ્રીટ લાઇટ પાછળ કરશે જામનગર મહાનગર પાલિકાની સ્ટે.કમીટીની બેઠક ગુરૂવારે ચેરમેનના અઘ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં કુલ રૂા.6 કરોડ 14 લાખના કામોના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની સ્ટે.કમીટીની બેઠક ચેરમેન ધીરેનભાઇ મોનાણીના અઘ્યક્ષસ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં જામનગર મહાનગરપાલિકાના તમામ વોર્ડમાં આવેલ તમામ પ્રકારની સ્ટ્રીટ લાઇટો, જુદી જુદી ઓફીસ પ્રિમાઇસીસ, કમ્પાઉન્ડ વગેરે સ્થળોએ આવેલ તમામ સ્ટ્રીટ લાઇટો, હાઇમાસ્ટ ટાવર, સીસીએમએસ પેનલ તથા કંટ્રોલ પેનલ, સ્વીચીંગ ઓન/ઓફ, નાઇટ પેટ્રોલીંગ સાથે નિભાવવા અને મરામત માટે પાંચ વર્ષના ખર્ચ પૈકી પ્રથમ વર્ષ માટે રૂા. 5.58 કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. આમ જામનગર મહાનગરપાલિકા સ્ટ્રીટ લાઇટની મરામત અને મેઇનટેનન્સ માટે દર મહિને અંદાજીત રૂા.45 લાખનો ખર્ચ થશે એટલે કે માત્ર સ્ટ્રીટ લાઇટ માટે મહાનગરપાલિકા દરરોજના દોઢ લાખ જેટલો ખર્ચ કરશે.

આ ઉપરાંત પાઇલોટ બંગલાથી દિગ્જામ સર્કલ સુધી સેન્ટ્રલ લાઇટીંગ વર્ક અંગે રૂા.12.70 લાખ, વર્ષ 2026 માટે ભાડાથી બેકહો લોડર, ડમ્પર, એકસકેવેટર (હીટાચી) તથા ટ્રેકટર વીથ ટ્રોલી સપ્લાય માટે રૂા.45.14 લાખ તેમજ જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખા હસ્તકના મેલેરીયા વિભાગની વિવિધ કામગીરી સબબ આઉટ સોર્સીગ એજન્સી મારફત ટાટા એસ કોલ્ડ વાહન બે સપ્લાય માટે રૂા.9.23 લાખ સહિત કુલ રૂા.6 કરોડ 14 લાખના ખર્ચની મંજુરી અપાઇ હતી.

- Advertisement -

તેમજ ટુ ડીઝાઇન મેન્યુફેકચર સપ્લાય એન્ડ ડીલેવરી ઓફ વોટર રેસ્કયુ બોટ એન્ડ વેરીઅસ ટાઇપ્સ ઓફ ઇકયુપમેન્ટસ એઝ પર જેએમસી ટેકનીકલ સ્પેશીફીકેશન ફોર જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અંગે કમિશ્નરની રજૂ થયેલ દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી છે.

સ્ટે.કમીટી ચેરમેન અઘ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં કુલ 11 સભ્યો ઉપરાંત મેયર મોનીકાબેન વ્યાસ, ડે.મેયર રાકેશભાઇ ડેર, કમિશ્નર દિપેશ કેડીયા, સીટી એન્જીનીયર ભાવેશભાઇ જાની, આસી. કમિશ્નર (વ.) મુકેશભાઇ વરણવા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular