Monday, August 24, 2026
Homeરાજ્યહાલારખાખરડામાં પવનચક્કીના લોકેશનમાં મેનેજર ઉપર શખ્સનો હુમલો

ખાખરડામાં પવનચક્કીના લોકેશનમાં મેનેજર ઉપર શખ્સનો હુમલો

ફાઉન્ડેશનનું કામ તપાસવા ગયો : બાઇક પર આવેલા શખ્સે પથ્થરમારો કર્યો : પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામની સીમમાં સોલાર/વિન્ડ પાવર કંપનીના મેનેજર પર પથ્થર વડે હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ કલ્યાણપુર પોલીસ ચોપડે નોંધાયો છે. પવનચક્કીના ફાઉન્ડેશનનું કામ ચેક કરવા ગયેલા મેનેજરને રસ્તામાં આંતરી, ભૂંડી ગાળો ભાંડી પથ્થરના છૂટા ઘા મારી ઈજાઓ પહોંચાડવામાં આવી છે.

- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ સુરતના ભેસ્તાન વિસ્તારના વતની અને હાલ ભાટીયા ગામમાં નાયરા પેટ્રોલપંપની બાજુમાં આવેલ સારથી કોમ્પ્લેક્સમાં રહીને ’ઈ.ડી.એફ. પાવર સોલ્યુશન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ’ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા મીતેશ ઓમપ્રકાશ સિંગ રાજપુત (ઉં.વ. 37) ગત તા. 20ના રોજ સાંજના આશરે ચારેક વાગ્યાના સુમારે કંપનીના કામઅર્થે ગયા હતા. ખાખરડા ગામની સીમમાં સર્વે નં. 1106 પૈકી-1 વાળી જગ્યામાં કંપનીનું લોકેશન નંબર-બીએચઓ-399ડી આવેલું છે, જ્યાં પવનચક્કીનું ફાઉન્ડેશન બનાવવાનું કામ ચાલુ હોય, મેનેજર મીતેશસિંહ ત્યાં કામ ચેક કરવા માટે ગયા હતા.

મેનેજર જ્યારે લોકેશન પર કામની ચકાસણી કરી રહ્યા હતા, ત્યારે પટેલકા ગામનો વેજાભાઇ કરંગીયા નામનો શખ્સ પોતાનું મોટરસાયકલ લઈને ત્યાં ધસી આવ્યો હતો. આરોપીએ ત્યાં આવીને કોઈ પણ કારણ વગર મેનેજર મીતેશસિંહને બેફામ ભૂંડી ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ઉશ્કેરાઈ ગયેલા આરોપી વેજાભાઇએ જમીન પરથી પથ્થર ઉપાડીને મેનેજર પર છૂટા ઘા માર્યા હતા. જેમાં એક મોટો પથ્થર મીતેશસિંહના ડાબા હાથના કાંડાના ભાગે વાગતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી.

- Advertisement -

હુમલો કર્યા બાદ આરોપી ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઈજાગ્રસ્ત મેનેજરે મીતેશસિંહ રાજપુતની ફરિયાદના આધારે આરોપી વેજા કરંગિયા (રહે. પટેલકા ગામ) વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 115(2), 352, 125(એ) તથા જી.પી. એક્ટની કલમ 135(1) (જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ એ.એસ.આઈ. ભિમશીભાઇ આર. કાગડીયા ચલાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular