Tuesday, June 16, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાંથી કારમાં દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

જામનગરમાંથી કારમાં દારૂના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફનો દરોડો : 43 બોટલ દારૂ અને કાર તથા મોબાઇલ કબ્જે : સપ્લાયરની સંડોવણી ખુલી

જામનગર શહેરના રાજપાર્કના ઢાળિયા પાસેથી પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી 43 બોટલ દારૂ મળી આવતાં પોલીસે મોબાઇ ફોન, દારૂ અને કાર સહિતનો મુદ્ામાલ કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

આ દરોડાની વિગત મુજબ જામનગર શહેરના રાજપાર્કના ઢાળિયા પાસે કારમાં દારૂનો જથ્થો વેચાણઅર્થે રાખ્યો હોવાની પો.કો. જયદીપસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, કલ્પેશભાઇ અઘારા, હે.કો. ક્રિપાલસિંહ સોઢાને મળેલી બાતમીના આધારે પીઆઇ એન. એમ. ગઢવી તથા પીએસઆઇ ડી. જી. રાજ, એએસઆઇ મુકેશસિંહ રાણા, રાજેશભાઇ વેગડ, હે.કો. ક્રિપાલસિંહ સોઢા, સંજયભાઇ પરમાર, દશરથસિંહ પરમાર, પોકો. અજયસિંહ ઝાલા, સાજિદભાઇ બેલીમ, જયદીપસિંહ જાડેજા, પ્રહલાદસિંહ જાડેજા, કલ્પેશભાઇ અઘારા, ધર્મેન્દ્રસિંહ વાઢેર, કપિલભાઇ ગુજરિયા સહિતના સ્ટાફએ ભાવેશસિંહ રતુભા જાડેજા અને હનિફ યુસેફ સફિયાના કબ્જાની જીજે04 બીઇ 0831 નંબરની કારની મારૂતિ કારની તલાશી લેતાં તેમાંથી રૂા. 55,900ની કિંમતની 43 નંગ બોટલ ઇંગ્લીશ દારૂ, રૂા. સાત હજારની કિંમતના બે મોબાઇલ ફોન મળી આવતાં પોલીસે રૂપિયા ત્રણ લાખની કાર મળી કુલ રૂપિયા 3,62,900નો મુદામાલ કબ્જે કરી બન્ને શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતાં દારૂનો જથ્થો અલ્તાફ શેખ ઉર્ફે બન્ટી દ્વારા સપ્લાય કરાયાની કેફિયતના આધારે આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular