Tuesday, June 16, 2026
Homeરાજ્યહાલારસોનવડિયામાં સગીર પાસે બિભત્સ માંગણી કરી જાતીય સતામણી

સોનવડિયામાં સગીર પાસે બિભત્સ માંગણી કરી જાતીય સતામણી

સ્કૂલે જતાં સગીરને 20 રૂપિયા વાપરવા આપ્યા : 20ના બદલામાં 3 હજારની માંગણી : રૂપિયા ન આપ તો શરીરસંબંધની બિભત્સ માંગણી : સગીર અને પિતાને પતાવી દેવાની ધમકી

જામજોધપુર તાલુકાના સોનવડિયા ગામમાં રહેતાં સગીર દુકાને ભાગ લેવા જતો હતો ત્યારે અગાઉ વીસ રૂપિયા વાપરવા માટે આપ્યા હતા. તે બાબતે સગીર પાસેથી 3 હજારની માંગણી કરી અને રૂપિયા ન આપે તો શરીર સંબંધ બાંધવાની બિભત્સ માંગણીની ના પાડતા શખ્સે સગીર અને તેના પિતાને પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના સોનવડિયા ગામમાં રહેતાં અને મજૂરીકામ કરતાં યુવાનનો 15 વર્ષનો પુત્ર અભ્યાસ માટે સ્કૂલે જતો હતો. ત્યારે અને ગામમાં આવેલી દુકાને ભાગ લેવા જતો હોય ત્યારે રાણા નૈયા રાડા નામના રબારી શખ્સે સગીરને અગાઉ 20 રૂપિયા વાપરવા આપ્યા હતાં. જે બાબતે ત્રણ માસના સમય દરમ્યાન સગીરને પરેશાન કરતો હતો અને સગીર પાસેથી વીસ રૂપિયાના બદલામાં ત્રણ હજાર રૂપિયાની માંગણી કરતો હતો અને જો સગીર રૂપિયા ન આપે તો તેની સાથે શરીરસંબંધ બાંધવાની બિભત્સ માંગણી કરી હતી. આ માંગણીની સગીરે ના પાડતાં રાણા રાડા નામના શખ્સે સગીર અને તેના પિતાને પતાવી દેવાની ધમકી આપી જાતીય સતામણી કરી હતી. આ બનાવ અંગે સગીરના પિતાએ શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ એન. બી. ચૌહાણ તથા સ્ટાફએ રાણા રાડા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular