Monday, June 8, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાંથી જુગાર રમતાં ત્રણ મહિલા સહિત નવ શખ્સો ઝડપાયા

જામનગરમાંથી જુગાર રમતાં ત્રણ મહિલા સહિત નવ શખ્સો ઝડપાયા

સિટી ‘સી’ ડિવિઝન દ્વારા રોકડ અને ગંજીપત્તા કબ્જે : ખાંડબજાર પાસેથી એકી-બેકી રમતાં બે શખ્સો ઝબ્બે

જામનગર શહેરના ગોકુલનગરના મયૂરનગર વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમતાં ત્રણ મહિલા સહિત નવ શખ્સોને સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રૂા. 82 હજારની રોકડ તથા ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા. જામનગરના નદીપા રોડ પર એકી-બેકીના આંકડાનો જુગાર રમતા બે શખ્સોને રૂા. 11,700ની રોકડ રકમ સાથે સિટી ‘એ’ ડિવિઝન પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહ હાથ ધરી હતી.

- Advertisement -

આ જુગારના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગરના ગોકુલનગરમાં આવેલ મયૂરનગર, શેરી નંબર ત્રણના ખૂણે તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી ‘સી’ ડિવિઝનના પીઆઇ એન. બી. ડાભી તથા સ્ટાફ દ્વારા રેઇડ દરમ્યાન ચમન કેશવજી પાડલિયા, અજય કરણા વાઘેલા, સંજય કિશોર મકવાણા, ભરત રાઘવજી પાડલિયા, જયપાલસિંહ જુવાનસિંહ જાડેજા, ભૂપત ધના ગુજરાતી અને ત્રણ મહિલા સહિત નવ શખ્સોને રૂા. 82,000ની રોકડ રકમ અને ગંજીપત્તા સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ જામનગર શહેરના નદીપા રોડ પર ખાંડબજારના ખૂણે જાહેરમાં ચલણી નોટોના આંકડા ઉપર એકી-બેકીનો જુગાર રમતા દીપક પરસોત્તમ ચાવલિયા અને અસફાક ઇસ્માઇલ શેખ નામના બે શખ્સોને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન રૂા. 11,700ની રોકડ રકમ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular