જામજોધપુર તાલુકાના ગોરખડીની સીમમાંથી એલસીબીની ટીમે રેઇડ દરમ્યાન દેશી દારૂનો જથ્થો અને બાઇક સહિત રૂપિયા 2.57 લાખના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી લઇ અન્ય શખ્સની શોધખોળ માટે તપાસ આરંભી હતી.
આ દારૂના દરોડાની મળતી વિગત મુજબ જામજોધપુર તાલુકાના ગોરખડી ગામની સીમમાં ફૂલઝર નદીના કાંઠે દેશી દારૂનો જથ્થો લઇને પસાર થવાની ઋષિરાજસિંહ વાળા, મયૂરસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડિયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
View this post on Instagram
રેઇડ દરમ્યાન એલસીબીની ટીમએ એક્ટિવા ચાલક હિતેન્દ્રસિંહ ઉર્ફે બકો જયેન્દ્રસિંહ જાડેજા (રહે. ધ્રાફા) અને દેવા પાલા બાંભવા (રહે. ગોરખડી) નામના બન્ને શખ્સોને આંતરીને તલાશી લેતાં તેમના કબ્જામાંથી રૂા. 34 હજારની કિંમતનો 170 લીટર દેશી દારૂ તથા રૂપિયા 1,43,125નો કિંમતનો 5725 કિલો આથો તથા રૂા. 10,500ની કિંમતના ત્રણ નંગ મોબાઇલ, રૂા. 70 હજારનુ સ્કૂટર મળી કુલ રૂા. 2,57,825નો મુદામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા મયૂર કારા શીર (રહે. ગોરખડી) નામના શખ્સની સંડોવણી ખુલી હતી. જેના આધારે એલસીબીની ટીમે તેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


