Saturday, June 6, 2026
Homeરાજ્યહાલારદ્વારકામાં 11 PI અને 16 PSIની આંતરિક બદલી

દ્વારકામાં 11 PI અને 16 PSIની આંતરિક બદલી

દ્વારકા PIની ભાણવડ અને ભાણવડ PIની દ્વારકાધીશ મંદિર સુરક્ષામાં બદલી : પોલીસવડા જયરાજસિંહ વાળા દ્વારા આંતરિક બદલીનો આદેશ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા કુલ 11 પોલીસ ઇન્સ.ની સામુહિક બદલીનો ઓર્ડર ગઈકાલે થયો છે. તેમજ જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા કુલ 16 PSIની આંતરિક બદલીના આદેશ જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવી છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા દ્વારા શુક્રવારે કરવામાં આવેલા એક ઓર્ડરમાં દ્વારકાના પી.આઈ. વી.કે. કોઠીયાને ભાણવડ, લીવ રિઝર્વમાં રહેલા ડી.એચ. ભટ્ટને એ.એચ.ટી.યુ. વિભાગમાં, સલાયા મરીન પોલીસના પી.આઈ. એમ.બી. ગજ્જરને લીવ રિઝર્વમાં, મહિલા પોલીસ મથકના જે.એમ. ચાવડાને સલાયા મરીન, ભાણવડના કે.જે. કરપડાને દ્વારકાધીશ મંદિર સુરક્ષામાં, વાડીનાર મરીનના એમ.જી. જાડેજાને દ્વારકા પોલીસ મથકમાં, સાયબર ક્રાઈમ વિભાગના કે.એસ. ગળચરને મીઠાપુર, મીઠાપુરના પી.આઈ. એસ.આર. ખરાડીને બેટ દ્વારકા, લીવ રિઝર્વમાં રહેલા એચ.જી. રાઠોડને સાઇબર ક્રાઇમમાં, એસ.એસ. ગામેતીને દ્વારકાધીશ મંદિર સુરક્ષામાં તેમજ દ્વારકાધીશ મંદિર સુરક્ષા વિભાગના પી.આઈ. ટી.સી. પટેલને વાડીનાર મરીન પોલીસ મથકમાં બદલી કરવામાં આવ્યા છે.

વધુ માહિતી મુજબ મીઠાપુરના જે.એમ. અગ્રાવતને રીડર શાખામાં, એમ.આર. બારડને ઓખાથી ભાણવડ, એસ.એસ. ચૌહાણને પેરોલ ફર્લો સ્ક્વોડમાંથી રીડર ટુ SC-ST સેલ ડીવાયએસપી, વી.આર. શુકલને કલ્યાણપુરથી દ્વારકાધીશ મંદિર સુરક્ષા, કે.એમ. જાડેજાને રીડર શાખામાંથી ઓખા મરીન, કે. કે. મારુને બેટ દ્વારકાથી ખંભાળિયા, ડી.એ. વાળાને દ્વારકાથી લીવ રિઝર્વ, એચ.એચ. હરસોડાને દ્વારકાધીશ મંદિર સુરક્ષામાંથી મહિલા પોલીસ સ્ટેશનમાં, બી. કે. કડછાને ભાણવડથી સાઇબર ક્રાઈમ વિભાગમાં. જે. ટી. ચાવડાને ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં, એમ.આર. રાજપૂતને જિલ્લા ટ્રાફિક શાખામાં, આર.આર. ઝરૂને બેટ દ્વારકાથી જિલ્લા કંટ્રોલ રૂમમાં, વી. એન. સીંગરખિયાને ઓખાથી લીવ રીઝર્વમાં, એમ. આર. સવસેટાને કલ્યાણપુરથી લીવ રિઝર્વમાં. એસ. કે. બારડને સાયબર ક્રાઇમમાંથી કલ્યાણપુર પોલીસ મથકમાં અને આર. એચ. સુવાને વાડીનાર મરીનથી ભાણવડ પોલીસ મથકમાં બદલી કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular