Thursday, June 4, 2026
Homeરાજ્યહાલારખંભાળિયા પાસે મોટરકારમાં આગ

ખંભાળિયા પાસે મોટરકારમાં આગ

ગઇકાલે બપોરે એકાએક ભડકી ઉઠી કાર : ફાયરની ટીમે ફાયરીંગ કરી આગ પર મેળવ્યો કાબૂ

ખંભાળિયાના રામનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ માર્ગ પર ગઈકાલે બુધવારે બપોરના સમયે એક મોટરકારમાં એકાએક આગ ભભૂકી ઊઠી હતી. જેને અનુલક્ષીને સ્થાનિકો દ્વારા 112 હેલ્પલાઇન પર ફાયર અંગેની જાણ કરવામાં આવી હતી. આથી અહીંનો ફાયર સ્ટાફ તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

- Advertisement -

આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાહેર થયું નથી. પરંતુ આગ લાગતા કાર ચાલકે સમયસૂચકતા વાપરીને પોતાની કારમાંથી બહાર નીકળી જતા મોટી જાનહાનિ થતા અટકી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular