જામનગરના જાંબુડા ગામના પાટિયા પાસે હોટલ નજીક હત્યાના પ્રયાસના બે આરોપીઓને પંચકોષી ‘એ’ ડિવિઝને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની મળતી વિગત મુજબ જામનગર તાલુકાના નેવી મોડા ગામમાં રહેતાં ચંદ્રસિંહ ઉર્ફે લાલો સુખદેવસિંહ જાડેજા નામા યુવાન ઉપર ગત્ તા. 02ના રોજ રાત્રિના સમયે જાંબુડા ગામના પાટિયા નજીક આવેલી સિદ્ધનાથ હોટલના પટાંગણમાં જૂની અદાવતનો ખાર રાખી કિશન ભરત મકવાણા અને ઉત્તમ વિમલ તન્ના નામના બે શખ્સોએ હુમલો કરી હત્યાના પ્રયાસના બનાવમાં ઇજાગ્રસ્તને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ આ હુમલાના સીસીટીવી ફૂટેજો સોશિયલ મિડિયામાં વાયરલ થયા હતા. આ બનાવ અંગે પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી. દરમ્યાન પોલીસે અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ગ્રામ્ય ડીવાયએસપી પિયૂષ વાંદાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ. એન. શેખ, પીએસઆઇ એ. આર. પરમાર, એએસઆઇ નિર્મળસિંહ બી. જાડેજા, હે.કો. ચેતનભાઇ ઘાઘરેટિયા, અજયસિંહ જાડેજા, પો.કો.હરદેવસિંહ ઝાલા, કમલેશભાઇ ખીમાણિયા સહિતના સ્ટાફએ કિશન અને ઉત્તમ નામના બન્ને શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


