Saturday, May 30, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં યુવાન ઉપર મિત્રએ ફડાકા ઝિંકી છરી વડે કર્યો હુમલો

જામનગરમાં યુવાન ઉપર મિત્રએ ફડાકા ઝિંકી છરી વડે કર્યો હુમલો

જામનગરના નવાગામ ઘેડમાં રહેતો યુવાન તેના મિત્ર સાથે પાછલા તળાવે બેઠો હતો તે દરમ્યાન શખ્સે જેમ ફાવે તેમ ગાળો કાઢી છરી વડે હુમલો કરી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

ધમકી અને હુમલાના બનાવની મળતી વિગત મુજબ જામનગરના નવાગામ ઘેડમાં કબીરનગરમાં રહેતા અને મજૂરીકામ કરતા રાહિલ હુશેન મકરાણી (ઉ.વ.28) નામનો યુવાન ગત્ તા. 25ના રોજ સાંજના સમયે તેના મિત્ર મકાભાઇ ભરવાડ, રોહિત સોલંકી સાથે જોલી બંગલા પાસે, પાછલા તળાવ પાસે બેઠા હતા ત્યારે રોહિત અને મકાભાઇ બન્ને વાતચીત કરતા હતા ત્યારે કોઇ કારણસર ઉશ્કેરાયેલા રોહિતએ મકાભાઇને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી. જેથી રાહિલએ ગાળો કાઢવાની ના પાડતા ઉશ્કેરાયેલા રોહિતએ રાહિલને ફડાકા ઝિંકી ઢીકાપાટુનો માર મારી છરીના ઘા ઝિંકી ઇજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ ઘવાયેલા રાહિલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ વી. આર. જોરિયા તથા સ્ટાફએ રોહિત સોલંકી વિરૂદ્ધ ગુનો નોંધી અટકાયત કરવાની કાર્યવાહી આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular