Saturday, May 30, 2026
Homeરાજ્યજામનગરસગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા

સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સજા

રૂા.15,000નો દંડ તથા ભોગ બનનારને રૂા.4 લાખ વળતર ચૂકવવા આદેશ

સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં પોકસો કોર્ટ દ્વારા આરોપીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે તેમજ રૂા.15,000નો દંડ અને ભોગ બનનારને કમ્પન સેશનના રૂા.4 લાખ ચૂકવવા પણ હુકમ કરાયો છે.
આ કેસની વિગત મુજબ ફરિયાદીની સગીરવયની દિકરીને કોડીનાર તાલુકાના સચીન જયંતી સુમરાએ ભોગ બનનાર સગીરાને મોબાઇલ નંબર આપી પરીચય કેળવી ફોનમાં વાતચીત કરી પ્રેમ ઝાળમાં ફસાવી હતી. અને સગીરા શાળાએ જતી હતી ત્યારે આરોપીએ ભોગ બનનારને મળવા બોલાવી હતી. ભોગ બનનારને બોલાવી રાજકોટ આરોપી કાકાના ઘરે જીઆઇડીસી મેટોડા ખાતે લઇ ગયો હતો. જ્યાં ભોગ બનનારને રૂમમાં આવવાનું કહેતા ભોગ બનનારે ના પાડતા આરોપીએ ધમકી આપી હતી કે તું નહીં આવ તો હાથમાં કાપા મારીને મરી જઇશ તેમ કહી ભોગ બનનાર સાથે બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હતું. અને આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ભોગ બનનારને જામનગર એસ.ટી. ખાતે ઉતારી દીધી હતી.

- Advertisement -

ત્યારબાદ આરોપી ફરી વખત ભોગ બનનારને મળવા બોલાવતા આ અંગે ભોગ બનનારે તેની માતાને જાણ કરતા સીટી સી ડિવિઝનમાં આરોપી વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલની દલીલો તથા રજૂ થયેલ પુરાવાઓને ઘ્યાને લઇ અદાલત દ્વારા આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો. અને આરોપીને 20 વર્ષની સખત કેદની સજા તથા રૂા.15,000 દંડ અને દંડ ન ભરે તો વધુ બે વર્ષની સખત કેદની સજાનો હુકમ સ્પે.પોકસો કોર્ટના જજ આર.પી. મોગેરાએ કર્યો હતો. તેમજ ભોગ બનનારને વળતર પેટે રૂા.4 લાખ ચૂકવવા પણ હુકમ કર્યો છે. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular