Saturday, May 30, 2026
Homeરાજ્યજામનગરજામનગર નજીક દડિયા ગામ પાસે કારમાં અચાનક આગ - VIDEO

જામનગર નજીક દડિયા ગામ પાસે કારમાં અચાનક આગ – VIDEO

જામનગર નજીક આવેલા રણજીતસાગર રોડ પર દડિયા ગામ પાસે ગત મોડી રાત્રે એક કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. ચાલતી કારમાંથી અચાનક ધુમાડા નીકળતા વાહનચાલકે સાવચેતીના ભાગરૂપે કાર રસ્તાની બાજુમાં ઊભી રાખી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

- Advertisement -

ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર કર્મચારીઓએ આગને વધુ ફેલાતી અટકાવવા માટે ઝડપી કામગીરી હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની સમયસરની કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગ લાગવાના બનાવમાં કારને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે સદભાગ્યે ઘટનામાં કોઈ જાનહાની કે ઇજાની ઘટના બની નહોતી. આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવને પગલે થોડા સમય માટે રસ્તા પર લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. ફાયર વિભાગની કામગીરી પૂર્ણ થયા બાદ પરિસ્થિતિ સામાન્ય બની હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular