Saturday, April 18, 2026
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છકપાસિયાની બોરીની આડમાં સંતાડેલી 10,740 બોટલ દારૂ પોલીસે શોધી કાઢી

કપાસિયાની બોરીની આડમાં સંતાડેલી 10,740 બોટલ દારૂ પોલીસે શોધી કાઢી

રાજકોટ-ચોટીલા માર્ગ પરથી પસાર થતાં ટ્રકમાં કપાસિયાની બોરીની આડમાં દારૂની બોટલો સંતાડી હેરાફેરી કરાતી હોવાની બાતમીના આધારે રાજકોટ રેન્જની ટીમએ રૂા. 1,46,59,300ના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં દારૂ ઘૂસાડવામાં આવી રહ્યો છે. હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી હોય જેથી દારૂની હેરાફેરી અટકાવવા માટે રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચનાથી પીઆઇ આર. એચ. બાર, પીએસઆઇ પી. એન. મોરી, બી. સી. મિયાત્રા, સી. એમ. કાંટેલિયા, એએસઆઇ સંદીપસિંહ ઝાલા, કાસમભાઇ બલોચ, પો.કો. કમલેશ રબારી, મિતેશભાઇ પટેલ, પો.કો. દિનેશભાઇ ગઢવી તથા એએસઆઇ યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, હે.કો. રાજદીપસિંહ ઝાલા, પો.કો. દિલીપસિંહ સિંધવ, એએસઆઇ કુલદીપસિંહ ચુડાસમા, હે.કો. નરેન્દ્રસિંહ રાઠોડ, પો.કો. ફતેસંગ પરમાર સહિતના સ્ટાફએ રાજકોટ-ચોટીલા ધોરીમાર્ગ પર વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી મુજબનો જીજે10 ટીઇ 6183 નંબરના ટ્રકને પોલીસે આંતરી લીધો હતો.

રાજકોટ રેન્જે ટ્રકની તલાશી લેતાં અમદાવાદથી રાજકોટ આવી રહેલા ટ્રકમાં કપાસિયાની બોરીની આડમાં સંતાડેલી રૂા. 1,28,88,000ની કિંમતની અંકલ ટોમ કંપનીની 750 એમએલની 10,740 બોટલ મળી આવતાં પોલીસે ટ્રકચાલક જુસબ ઇસા હિંગોરા (રહે. ભાણવડ, તા. જિ. દેવભૂમિ દ્વારકા) નામના શખ્સની ધરપકડ કરી તેની પાસેથી ટ્રક, દારૂ, મોબાઇલ ફોન, કપાસિયાની બોરી, તાલપત્રી અને રોકડ રકમ મળીને કુલ રૂા. 1,46,59,300નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં દારૂના આ જથ્થામાં ભાણવડના રાણપર ગામના ચના દેવા રબારીની સંડોવણી ખુલતા પોલીસે બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular