Saturday, April 18, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં "ગુજસીટોક” ગુના હેઠળ વધુ 10 આરોપીઓની ધરપકડ

જામનગરમાં “ગુજસીટોક” ગુના હેઠળ વધુ 10 આરોપીઓની ધરપકડ

અસલમ કરીમ ખિલજી અને અલ્તાફ ગફાર ખફી બન્ને પૂર્વ કોર્પોરેટરોની ગેંગ વિરૂદ્ધ ગુજસીટોક : પોલીસ દ્વારા 10 આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ : તા. 23 સુધીના પોલીસ રિમાન્ડ : અગાઉ ઝડપાયેલા આરોપીઓને કરાય જેલહવાલે

જામનગર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે પોલીસ દ્વારા ગુજસીટોકનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં બે શખ્સોની જુદી જુદી ટોળકીના સભ્યોની ધરપકડ કરી જેલહવાલે કરવામાં આવ્યા હતા. દરમ્યાન એલસીબીની ટીમએ વધુ 10 શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચનાથી જામનગર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના નેજા હેઠળ એલસીબીની ટીમ દ્વારા પૂર્વ કોર્પોરેટર અસલમ કરીમ ખીલજી અને અલ્તાફ ગફાર ખફી નામના બન્ને શખ્સોની ટોળકીઓ વિરૂઘ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી અંતર્ગત બન્ને ટોળકીઓના સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. દરમ્યાન ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. ભાટિયા, એસઓજી પીઆઇ બી. એન. ચૌધરી તથા સ્ટાફ દ્વારા હાલમાં જ નોંધાયેલા ગુજસીટોકના ગુના હેઠળ અલ્તાફ ગફાર ખફી, સમીર શકીલ ચૌહાણ, જુનેદ ઉર્ફે જુનિયો રજાક ચૌહાણ, ઇસ્તિયાક યુનુસ કુરેશી, મોહસિન ઉર્ફે પચાસિયા મહેબૂબ રૂમીજ, તોહિદખાન ઉર્ફે પપ્પુ ફિરોઝખાન શેખ, તબરેજ રફિક હાલાણી, હમિદ ઉર્ફે રાંઝો જાનમામદ બલોચ, અબુ સુફિયાન રહેમાન કુરેશી, ઓસમાણ મુસા ખફી નામના 10 શખ્સોની ધરપકડ કરી અદાલતમાં રજૂ કરતાં 23 તારીખ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

દરમ્યાન અસલમ કરીમ ખીલજી ગેંગના ગની ઉમર બસર નામનો શખ્સ તા. 20 સુધી પોલીસ રિમાન્ડ ઉપર છે. અગાઉ પોલીસ દ્વારા અસ્લમ ખીલજી ગેંગના સતર અને અલ્તાફ ખફી ગેંગના એક આરોપીની ગુજસીટોક હેઠળ ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. આ રીમાન્ડ પૂરા જતાં અસ્લમ સહિતના આરોપીઓને અમદાવાદની સાબરમતી જેલ અને સુરતની લાજપોર જેલ તથા વડોદરાની મધ્યસ્થ જેલ, રાજકોટની સેન્ટ્રલ જેલ, જામનગરની જિલ્લા જેલ અને મોરબીની જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular