જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી સમયે રાજકીય નેતાઓ પક્ષપલ્ટો કરતાં હોય છે. જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ વોર્ડ નંબર 04ના ભાજપાના મહિલા કાર્યકરોએ ભાજપાનો સાથ છોડયો હતો. જેમાં વીણાબા, હિનાબા તથા માલાબેન રાઠોડ ભાજપાને છોડયા બાદ ગણતરીની કલાકોમાં ફરી ભાજપામાં જોડાયા હતાં. શિક્ષણમંત્રી અને ધારાસભ્ય રીવાબા જાડેજા જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, પ્રભારી ધનસુખભાઇ ભંડેરી સહિતનાની ઉપસ્થિતિમાં ભાજપામાં જોડાયા હતા.
View this post on Instagram


