જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનાર છે. છેલ્લા 25 વર્ષથી જામનગર મહાનગરપાલિકામાં ભારતીય જનતાપાર્ટીનું શાસન છે. ત્યારે ભાજપા આ પરંપરા જાળવવા મેદાને છે. તો બીજી તરફ વર્ષોથી સત્તાનો સ્વાદ ન ચાખનાર કોંગ્રેસ આ વખતે સત્તા મેળવવા મેદાને ઉતરી છે. આ સાથે આમઆદમી પાર્ટી પણ આ વખતે જામનગર મહાનગરપાલિકાના ચૂંટણી જંગમાં છે.
વર્ષ 2015માં યોજાયેલ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોના મતોની યાદી પ્રસિદ્ધ કરાયા બાદ આજે વર્ષ 2021માં યોજાયેલ જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોના મતોની યાદી અત્રે પ્રસ્તૂત કરવામાં આવી છે. વર્ષ 2021ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે જ્વલંત સફળતા મેળવી હતી અને 64 બેઠકો પૈકી 50 બેઠકો ભાજપાએ કબ્જે કરી હતી. જ્યારે કોંગ્રેસ માત્ર 11 બેઠકો જીતી શકી હતી અને 03 સીટો બહુજન સમાજ પાર્ટીને આવી હતી.


